મહાશિવરાત્રીના મેળામાં કિર્તીદાન ગઢવી દ્વારા પ્રથમ વખત ભક્તો માટે કરાયું ખાસ આયોજન
આજે મહાશિવરાત્રીના મેળાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ મહાશિવરાત્રીના મેળામાં લોકગાયક કિર્તીદાન ગઢવી લાખો લોકોને નિ:શુલ્ક ભોજન કરાવશે તેવું જાણવા મળી રહ્યું છે.
કિર્તીદાન ગઢવી લાખો ભક્તોને મફતમાં ભોજન કરાવશે
મહાશિવરાત્રીના આ પર્વ પર ભાવિકોને ભવનાથની તળેટીમાં ચાર દિવસ સુધી ભજન , ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ મેળાને જોવા માટે દુર દુરથી લોકો આવતા હોય છે. મહાશિવરાત્રીના આ મેળામાં આવતા લાખો ભક્તોને કેટલાય અન્ન ક્ષેત્રો નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવતુ હોય છે. ત્યારે સેવામાં હવે લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી પણ જોડાયા છે. અને અહી આવતા લાખો ભક્તોને મફતમાં ભોજન કરાવવાના ઉમદા સેવાકાર્યમાં સહભાગી બનશે.
કિર્તીદાન ગઢવી દ્વારા પ્રથમ વખત કરાયું આ આયોજન
મહત્વનું છે કે અત્યાર સુધી કિર્તીદાન ગઢવી અહી ભજન કરવા માટે જ આવતા હતા પરંતુ આ વખતે તેઓ ભજન, ભોજન અને શિવની ભક્તિમાં લીન થયા છે. કિર્તીદાન ગઢવી દ્વારા સૌ પ્રથમ વખત જ મહાશિવરાત્રીના મેળામાં ઉતારાનું આયોજન કરાયું છે. આ ઉતારામાં લાખો ભક્તો માટે બેસવા, આરામ કરવા અને ભજન, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ કિર્તીદાન ગઢવીના આ આયોજનમાં તેમના ઘણા સેવકો પણ સાથ આપી રહ્યા છે. અને અહીથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન જાય તે માટે તેઓ ખડેપગે રહેશે.
આ પણ વાંચો : જાણીતા ભારતીય ક્રિકેટર પર હુમલો, સેલ્ફી લેવાની ના પાડતા કારના કાચ તોડ્યા