ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં પ્રથમ વખત આ શહેરમાં હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ થયો

  • સગર્ભાને મેડિટેશન, યોગા તથા કસરત કરાવવામાં આવશે
  • ફિઝિયોથેરાપી વોર્ડ મારફત સગર્ભાને કસરતની તાલીમ પણ શરૂ
  • સરકારી લેડી રૂપાળીબા હોસ્પિટલ ખાતે આ સુવિધા શરૂ કરાઇ

રાજ્યમાં પ્રથમ વખત પોરબંદર શહેરમાં હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ થયો છે. જેમાં સગર્ભાને મેડિટેશન, યોગા તથા કસરત કરાવવામાં આવશે. તથા ફિઝિયોથેરાપી વોર્ડ મારફત સગર્ભાને કસરતની તાલીમ પણ શરૂ કરવામાં આવી છે. તેમજ પુસ્તકો સહિત અન્ય સુવિધા પણ આગામી સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ઉપરાંત ફીઝીયોથેરાપીનો વોર્ડ પણ કાર્યરત કરાયો છે.

ગર્ભ સંસ્કાર એ 16 સંસ્કારમાંથી એક છે

પોરબંદરની સરકારી લેડી રૂપાળીબા હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. મેડીકલ કોલેજના ડીન ડો સુશીલકુમારે જણાવ્યું હતું કે ગર્ભ સંસ્કાર એ 16 સંસ્કારમાંથી એક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ જે કઇંક પણ વિચારે છે અને ખાય છે તેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલ બાળક પર પડે છે.ગર્ભ સંસ્કાર અંગે પ્રાચીન શાસ્ત્ર્રોમાં પણ લખવામાં આવ્યું છે અને આયુર્વેદમાં પણ તેનો સમાવેશ થયેલ છે. આથી રાજ્યમાં પ્રથમ વખત લેડી હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર વોર્ડ શરુ કરાયો છે.

પુસ્તકો સહિત અન્ય સુવિધા પણ આગામી સમયમાં ઉપલબ્ધ

આ વોર્ડમાં યોગા શિક્ષકની નિમણુક કરવામાં આવી છે. અને સગર્ભા મહિલાઓને મેડિટેશન અને યોગા કરાવવામાં આવશે. જેથી તેઓનું મન પ્રફૂલ્લિત રહેશે અને સ્વસ્થ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે આ ગર્ભ સંસ્કાર વોર્ડ ઉત્તમ સાબિત થશે. અને જન્મ લેનાર બાળક પણ મેન્ટલી અને ફ્ઝિીકલી વધુ સ્વસ્થ બનશે આ પ્રયાસના ભાગ રૂપે અહી મ્યુઝિકલ સાધનો પણ વસાવ્યા છે અને પુસ્તકો સહિત અન્ય સુવિધા પણ આગામી સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

ફિઝિયોથેરાપી વોર્ડ પણ શરૂ થયો

ડીને વધુમાં જણાવ્યું છે કે લેડી હોસ્પિલ ખાતે ફિઝિયોથેરાપી વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે જેના માટે એમ.પી. ટી. ફિઝિયોથેરાપીની નિમણુક કરવામાં આવી છે સગર્ભાઓ આ વોર્ડનો લાભ લેશે તો નોર્મલ ડિલિવરી નું પ્રમાણ વધશે. આઉપરાંત પ્રસૂતિ પહેલા અને પ્રસ્તુતિ બાદ પણ મહિલાઓને ફાયદા થશે. સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન કમરના દુઃખાવા, પગ સોજી જવા સહિતની તકલીફ્ રહે છે. તેમજ ઘણી મહિલાઓને દુઃખાવાના ડરથી સીઝેરીયન માટેનો આગ્રહ રાખે છે. ત્યારે નોર્મલ ડીલીવરીની સંખ્યામાં વધારો થાય તે માટે સગર્ભા મહિલાઓને ફિઝીયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. જે મહિલાઓને ડીલીવરી પહેલાં અને ડીલીવરી બાદના દુઃખાવામાં રાહત આપે છે.

Back to top button