ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર માટે થશે ચૂંટણી, ઓમ બિરલા સામે કોંગ્રેસે કે. સુરેશને ઉતાર્યા

Text To Speech
  • દેશની 18મી લોકસભામાં એનડીએ તરફથી ઓમ બિરલાને લોકસભા સ્પીકરના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સરકારના સાથી પક્ષોએ ભાજપના નેતાના નામ પર પોતાનું સમર્થન જાહેર કર્યું છે

દિલ્હી, 25 જૂન: 18મી લોકસભાના નવા અધ્યક્ષ પદને લઈને નવો વળાંક આવ્યો છે. હવે વિપક્ષે આ પ્રતિષ્ઠિત પદ માટે લોકસભા અધ્યક્ષ પદ માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. કેરળ કોંગ્રેસના સાંસદ કે. સુરેશે વિપક્ષ વતી સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી છે. હવે તેનો સામનો એનડીએના ઉમેદવાર ઓમ બિરલા સાથે થશે. કોંગ્રેસે સરકાર પર ડેપ્યુટી સ્પીકરના મુદ્દે સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો, ત્યાર બાદ તેમણે સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.

 

સત્તા પક્ષ અને વિપક્ષ સામ- સામે

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે વિપક્ષ લોકસભા સ્પીકરની ચૂંટણી લડશે, તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આનાકાની કરી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે શાસક પક્ષ અને વિપક્ષ આ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે.

સ્પીકરની ખુરશી પર જોવા મળશે ઓમ બિરલા?

18મી લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનો ચહેરો લગભગ સ્પષ્ટ છે. ફરી એકવાર ઓમ બિરલા સ્પીકરની ખુરશી પર જોવા મળશે. તેઓ સતત ત્રીજી વખત રાજસ્થાનના કોટાથી સાંસદ છે. તેમને 2019માં પ્રથમ વખત સ્પીકર બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે તેઓ બીજી વખત આ પદ સંભાળશે. જો સુરેશની વાત કરીએ તો તે કેરળના માવેલિકારાથી સાંસદ છે. તેઓ 8મી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને લોકસભાના સભ્ય તરીકે સૌથી વધુ અનુભવ ધરાવે છે.

આ પણ વાંચો: ‘હવે ભાજપને સમર્થન નહીં’, નવીન પટનાયકે સાંસદોને આપી મહત્ત્વની સૂચના

Back to top button