ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત સેનેટની ચૂંટણી ન યોજાઈ, ભાજપ-કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યોનો કાલે છેલ્લો દિવસ

Text To Speech

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સેનેટની ચૂંટણી ન યોજાતા સિન્ડિકેટ સભ્યોની 23મેએ ટર્મ પૂર્ણ થશે. ભાજપના 6 અને કોંગ્રેસના 1 મળી કુલ 7 સિન્ડિકેટ સભ્યોનો આવતીકાલે ટર્મ પૂરી થઈ રહી છે.

બહુચર્ચિત ભલામણ કાંડ પછી સરકારે સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં ખાસ ધ્યાન આપ્યું છે. પૂર્વ CM વિજય રૂપાણી જૂથના જુના સિન્ડિકેટ સભ્યો હવે ઘરભેગા થશે. સેનેટની ચૂંટણી વિલંબથી સેનેટથી સિન્ડિકેટ સુધીના સભ્યો હવે ઘરભેગા થશે.

જેમાં ભરત રામાનુજ, નેહલ શુક્લ, મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી સહીત 6 સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ ઉપરાંત કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાનો પણ સિન્ડિકેટ સભ્ય તરીકે આવતીકાલે છેલ્લો દિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતી ડૉ ગિરીશ ભીમાણીની પણ સિન્ડિકેટ સભ્ય તરીકે ટર્મ પુરી થશે.

Back to top button