ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે કર્યું આ સાહસનું કામ

Text To Speech

આજે ગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમી ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પોલીસ જવાનોને મુખ્યમંત્રી દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, સાથે જ પોલીસ પરેડનું પણ આયોજન કરાયું હતું, જેમાં નિરીક્ષણ માટે મુખ્યમંત્રી ગ્રાઉન્ડમાં જીપમાં જોવાં મળ્યા હતાં. તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્શ સંઘવી અને પોલીસ તાલીમ DGP વિકાસ સહાય ઉપસ્થિત રહ્યાં હતાં. પરેડનું નિરીક્ષણ બાદ નવનિયુક્ત પોલીસ જવાનો દ્વારા દેશ અને રાજ્યની સુરક્ષા માટે શપથ ગ્રહણ કરાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસને પ્રજાના પ્રહરી કહ્યાં

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસને પ્રજાના પ્રહરી કહ્યાં છે, સાથે જ દેશના વિકાસના પાયામાં સુરક્ષા અગત્યની છે. એક સરહદી રાજ્ય તરીકે સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતમાં મજબૂત પાયો છે. સાથે જ તેમણે નવનિયુક્ત પોસીસ કર્મી અંગે માહિતી આપતા કહ્યું કે આપણી માટે ગર્વની બાબત છે કે આજે 46 માંથી 14 મહિલા પોલીસ ઇન્સ્પેકટર આજે નિયુક્ત થઇ રહ્યાં છે. આ પોલીસ કર્માીઓમાં 3 ડોકટર, જ્યારે 25 એન્જીનીયર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે. સાથે જ મુખ્ય મંત્રીએ તમામને નવી કરિયર માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.

 

મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે બાળકો સાથે સંપૂર્ણ તાલીમ પૂર્ણ કરી

ગુજરાત પોલીસનાં ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે બાળકો સાથે સંપૂર્ણ તાલીમ પૂર્ણ કરીને આજે દિક્ષાંત પરેડમા સામેલ થયા હતા. બનાસકાંઠાના ડીસાના ગીતાબહેન ચૌધરી અને સુરેન્દ્રનગરના લીંબડીના ભાગ્યેશ્વરીબા ઝાલા એમ બે મહિલા ઓફિસરોએ ત્રણ મહિનાના બાળકો સાથે ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આજે તેઓ દિક્ષાંત પરેડમા સામેલ થઇને સેવામા જોડાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: રખડતાં ઢોરથી યુવાનનું મોત થતા લેવાયો મોટો નિર્ણય

મહિલા સશક્તિકરણનુ જીવંત ઉદાહરણ

GPSCની પોલીસ ઇન્સ્પેક્ટર ભરતીમા પસંદ થયેલા ગીતાબહેન ચૌધરી અને ભાગ્યેશ્વરીબા ઝાલા 3 મહિનાનાં બાળક સાથે એક માતા અને અને બીજા કેડેટ એમ બન્ને જવાબદારી સાસુ-સસરાની મદદથી રોજના 12 કલાકની મહેનત અને તાલીમ પૂર્ણ કરીને આજે દીક્ષાંત મેળવી સેવામાં પ્રથમ પગલુ મૂકી રહ્યા છે. મહિલા સશક્તિકરણનુ આજ જીવંત ઉદાહરણ છે. કરાઇ પોલીસ અકાદમીમા પહેલા બાળકો સાથે ટ્રેનિંગ શક્ય નહોતી. કારણ કે ત્યા નવજાત બાળકો માટે કોઇ વ્યવસ્થા જ નહોતી. ત્યા બાળ સંભાળ કેન્દ્ર શરૂ થયા પછી નવી ભરતીમા જ નહિ ચાલુ સેવામા કમાન્ડો ટ્રેનિંગની તક મળે તેવા મહિલા પોલીસ પણ પોતાના બાળકો સાથે સામેલ થાય છે.

Back to top button