- આજે 15મી વિધાનસભાનું પ્રથમ બેજટ રજૂ કરાશે
- પહેલી વાર વિપક્ષ વગર વિધાનસભાનું સત્ર યોજાશે
- નિયમ મુજબ કોંગ્રેસને વિધાનસભામાં પક્ષ મળવા પાત્ર નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપે 156 સીટો તો કોંગ્રેસને આ વખતે 17 સીટો જ મળી છે ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનું પદ મેળવવા કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે આ વખતે વિપક્ષ વગર જ બજેટ રજૂ કરવામા આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે નેતા વિપક્ષ વગર ગુજરતનું અમૃતકાલનું બજેટ રજૂ થશે.
વિપક્ષ વગર વિધાનસભાનું સત્ર યોજાશે
આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અંદાજપત્ર લઈને વિધાનસભામાં પહોંચી પણ ગયા છે. ત્યારે આ વખતે પહેલી વાર વિપક્ષ વગર બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ વખતે નિયમ મુજબ કોંગ્રેસ પાસે પુરતુ સંખ્યાબળ ન હોવાને કારણે કોગ્રેસનું વિપક્ષનું પદ મળયું નથી. જેથી આ વખતે કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ ન અપાતા વિધાનસભાનું સત્ર વિપક્ષ વગર યોજાવા જઈ રહ્યું છે.
અમિત ચાવડાએ વિધાનસભામાં વિપક્ષ પદની માંગ કરી હતી
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભા સચિવને પત્ર લખી વિધાનસભામાં વિપક્ષ પદની માંગ કરી હતી જેના જવાબમાં સચિવે કહ્યું હતુ કે , ‘નિયમ મુજબ વિધાનસભા પક્ષ તરીકે આપના પક્ષને માન્યતા મળવા પાત્ર નથી’ કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળતા સી.જે.ચાવડાએ નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત કોંગ્રેસ વિપક્ષ નેતાના પદ વગર ભાગ લેશે.
ગઈ કાલે કોંગ્રેસે ગુજરાત પરીક્ષા વિધેયકને સમર્થન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે ગુજરાત પરીક્ષા વિધેયક બિલ રજૂ થયું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ભાવુક સંબોધન બાદ શાસક પક્ષ દ્વારા તેમનું સૂચન સ્વીકારી બિલમાં સુધારો કરી સર્વ સંમતિ સાથે બિલ પસાર થયું હતું.
આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023-24 Live Update : નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચ્યા