શાસક પક્ષના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ હોળીના આયોજન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક દરખાસ્ત આપી હતી અને અધ્યક્ષે દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં વિધાનસભા સચિવાલયે પણ તેને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : આ કેસમાં કાર્યવાહી બંધ કરવા અમદાવાદની કોર્ટમાં દિલ્હીના એલજીની અરજી !
ગુજરાના ઈતિહાસમાં પ્રથમવાર વિધાનસભામાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની સૌથી ખાસ વાત એ છે કે આ રંગોત્સમાં માત્ર ને માત્ર પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રંગોત્સવમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત બધા જ મંત્રીઓ પણ આ રંગોત્સવમાં હાજર રહ્યા હતા. મહત્વની વાત એે છે કે, વિધાનસભા સંકુલમાં આવેલા મેદાનમાં હોળી રંગોત્સવ કાર્યક્રમ માટે અધ્યક્ષ શંકર ચૌધરી પાસે મંજૂરી માગવામાં આવી હતી. અધ્યક્ષે દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં વિધાનસભા સચિવાલયે પણ તેને મંજુરી આપી હતી. જ્યારે આજે પડતર દિવસ હોઈ વિધાનસભા ગૃહની બેઠક પણ સવારની કરવામાં આવી છે.
કુદરતી રંગથી હોળીનો તહેવાર ઊજવવાનો સંદેશો
અત્રે ઉલ્લેખનીય છે કે શાસક પક્ષના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ હોળીના આયોજન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક દરખાસ્ત આપી હતી અને અધ્યક્ષે દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં વિધાનસભા સચિવાલયે પણ તેને મંજૂરી આપી હતી. વિધાનસભામાં ધૂળેટીની ઉજવણી માટે 100 કિલોથી વધુ કેસુડાના ફુલ મંગાવવામા આવ્યા હતા. તેમજ શાસક પક્ષના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા, જો કે કોંગ્રેસના ધારાસભ્યો આ રંગોત્સવની ઉજવણીથી દુર જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે, ધૂળેટીની ઉજવણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો.
આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી
વિધાનસભામાં આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. નેચરલ કલર અને કેસુડા દ્વારા હોળી વિશેષ ઉજવણી કરી હતી. આ દરમિયાન ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણી તલવારની જેમ લાકડી ફેરવતા જોવા મળ્યા હતા. આ હોળી પર્વની ઉજવણીમાં કોંગ્રેસ પક્ષના સભ્યો ભાગ લેશે નહિ.
હાર્દિક પટેલે કોંગ્રેસ પર કરી ટીકા
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસે ભાગ નહીં લઈને હોળીની સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડામાં કેસરિયો હોવાથી કોંગ્રેસ ગેરહાજર રહ્યું છે.
માવઠાથી ખેડુતો ચોધાર આંસુએ રડતા હોય ત્યારે સરકાર પ્રજાના પૈસે ઉત્સવો ઉજવે એમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સહમત ના હોય…
ભાજપ સરકાર પ્રજાના ટેક્સના પૈસા મોંઘવારી માંથી પ્રજાને રાહત આપવા વાપરે નહીં કે ઉત્સવો પાછળ. pic.twitter.com/q6HBCUCEXp— Amit Chavda (@AmitChavdaINC) March 7, 2023
અમિત ચાવડાએ વીડિયો ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી
વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે, માવઠાંથી ખેડૂતો ચોધાર આંસુએ રડતાં હોય ત્યારે સરકાર પ્રજાના પૈસે ઉત્સવો ઉજવે, એમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સહમત ના હોય. ભાજપ સરકાર પ્રજાના ટેક્સના પૈસા મોંઘવારીમાંથી પ્રજાને રાહત આપવા વાપરે નહીં કે ઉત્સવો પાછળ.
ધૂળેટી બાદ એક દિવસ ક્રિકેટ મેચનું આયોજન
આજે વિધાનસભા સંકુલમાં આવેલા મેદાનમાં આ હોળી રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાનું સત્ર પૂર્ણ થયે એક ક્રિકેટ મેચનું આયોજન પણ ટૂંક સમયમાં કરવામાં આવશે છે. જેમાં ચૂંટાયેલા સભ્યોની એક કે વધુ ટીમ બનશે. જો કે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યો દરેક ટીમમાં સરખી રીતે વહેંચાશે.