નેશનલ

ધર્માંતરણ કાયદા હેઠળ દેશમાં પહેલી વખત સજા, ઉ.પ્રદેશમાં એક વ્યક્તિને પાંચ વર્ષની જેલ

Text To Speech

દેશમાં ધર્માંતરણ માટે વિવિધ રાજ્યોમાં કાયદો બનાવવામાં આવ્યા પછી તેના પર એકશન લેવામાં ઉત્તર પ્રદેશ રાજ્ય આગળ આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ કાયદા હેઠળ લવ જેહાદ સાથે જોડાયેલા કેસમાં કોર્ટે મુસ્લિમ યુવકને પાંચ વર્ષની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે દોષિતોને 40 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

આ ઘટના અમરોહાનામાં બની હતી જ્યાં મુસ્લિમ યુવક પોતાનો ધર્મ છુપાવીને સગીર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમરોહના હસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અફઝલ નામના યુવકે અરમાન કોહલી (હિંદુ) તરીકે ઓળખ આપીને સગીર સાથે લગ્ન કરવાનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો : ચંદીગઢ યુનિવર્સિટીના MMS વાયરલ કેસ પર પંજાબ પોલીસની કાર્યવાહી, આરોપી યુવતીની કરી ધરપકડ

મોહમ્મદ અફઝલે પહેલા સગીરને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી સગીરનું અપહરણ કરીને લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લગ્નથી ઠિક પહેલા જ મહિલાને યુવક અંગે સાચી માહિતી મળી ગઈ હતી. ઉત્તર પ્રદેશના કાયદા વિરુદ્ધ ધર્મ નિષેધ વટહુકમ 2020 હેઠળ રાજ્યમાં આ પહેલી સજા છે. આરોપી જામીન પર જેલની બહાર હતો. કોર્ટના નિર્ણય બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

હસનપુર-ગજરૌલા રોડ પર એક વેપારીની નર્સરી છે. માર્ચ 2021માં વેપારી તેની પત્ની અને બાળકો સાથે નર્સરીમાં હતો. તેની કારને સંભલ જિલ્લાના હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદ અફઝલ ડ્રાઈવર તરીકે ચલાવતો હતો. આ દરમિયાન મોહમ્મદ અફઝલ નર્સરી ઓપરેટરની 16 વર્ષની પુત્રીને મળ્યો. મોહમ્મદ અફઝલ પોતાનો ધર્મ છુપાવતો હતો અને પોતાને અરમાન કોહલી (હિંદુ) કહેતો હતો. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ.

અફઝલ પર 2 એપ્રિલ 2021ના રોજ નર્સરી સંચાલકની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદાથી અપહરણ કરવાનો આરોપ છે. પરંતુ લગ્ન પહેલા જ સગીરને અફઝલની સત્યતાની જાણ થઈ ગઈ હતી. આ કેસમાં નર્સરી ઓપરેટરે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ બાદ પોલીસે બંનેને દિલ્હીના ઉસ્માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડ્યા હતા. તે સમયે સગીરાએ અફઝલ પર ધર્મ બદલીને લગ્ન કરવાનું બહાનું આપવાનો આરોપ લગાવ્યો હતો.

Back to top button