ગુજરાતટોપ ન્યૂઝ

પાલનપુરમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજી મોસાળ પધાર્યા

Text To Speech

પાલનપુર: પહેલી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. આ વખતે 51 મી રથયાત્રા નીકળશે. તે પહેલા મંગળવારે નિજ મંદિરમાંથી ભગવાનને વાજતે-ગાજતે મોસાળ લઈ જવાયા હતા. આ વખતે સૌ પ્રથમવાર મોસાળું ભરાવવાનું છે. અહીંના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અતુલભાઇ જોશી (ચોક્સી) પરિવાર એ ભગવાન જગન્નાથજી નું મોસાળું ભરવાનો લાભ લીધો છે.

ગુરુવારે જગન્નાથજીનું મોસાળું ભરાશે

પશ્ચિમમાં આવેલ નીજ મંદિરથી પૂર્વ વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરી ખાતે રહેતા અતુલભાઈ જોશીના નિવાસસ્થાને ભગવાન જગન્નાથજી પધાર્યા ત્યારે સોસાયટીમાં ભક્તો અને મહિલાઓએ ભગવાન જગન્નાથજી લને આવકાર્યા હતા. મોસાળમાં ભગવાન બે દિવસ રોકાશે. આ દરમિયાન સુંદરકાંડ અને સત્સંગનો કાર્યક્રમ યોજાશે. તેમજ અતુલભાઈ જોષીના ધર્મપત્ની શિલ્પાબેને જણાવ્યું હતું કે ભગવાન અમારે ત્યાં પધાર્યા છે ત્યાં અમારા પરિવારને ખૂબ જ આનંદ છે. અમારી શક્તિ પ્રમાણે અમે ભગવાનની સેવા કરીશુ.

ગુરુવારે જગન્નાથજીનું મોસાળું ભરાશે
Back to top button