કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઇતિહાસમાં પ્રથમવાર લાલ મરચાની તીખાશ વધી! જામનગર માર્કેટ યાર્ડમાં ગોંડલના મરચાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો

Text To Speech

મરચાની ખેતી કરતા ખેડૂતો માટે ખૂશીના સમાચાર મળી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ગોંડલના મરચાના રેકોર્ડબ્રેક રૂ.10000 ભાવ બોલાયા હતાં. જે ઇતિહાસમાં અત્યાર સુધીમાં મરચાના સૌથી વધુ ભાવ છે. જેથી મરચાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મરચાનો રેકોર્ડ બ્રેક ભાવ

ગુજરાતમાં અનેક જગ્યાએ મરચાની ખેતી કરવામા આવે છે. અને આ મરચાની એપીએમસી માર્કેટમાં ખરીદી કરવામા આવત હોય છે. સ્થાનિક માર્કેટ થકી વિદેશોમાં પણ મરચાની નિકાસ થતા હોય છે. ત્યારે આ વખતે મરચાની માંગમાં વધારો થતા જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ગોંડલના મરચાને રેકર્ડબ્રેક ભાવ મળ્યો હતો. ઇતિહાસમાં અત્યાર સુધીમાં પ્રથમવાર લાલ મરચાનો આટલો ઉંચો ભાવ બોલાયો છે.

મરચાનો ભાવ-humdekhengenews

એક દિવસમાં 37,319 મણ જણસીઓની આવક

આજે ગોંડલના કોળીથળ ગામના ખેડૂત કાળુભાઇ સાવલીયા લાલ મરચાનું વેચાણ કરવા મરચાની 3 ભારી લઇને આવ્યા હતાં. જેમાં હાપા યાર્ડ ખાતે લાલ મરચાની જાહેર હરરાજીમાં તેમને 20 કીલો એટલે કે એક મણના રૂ.10,000 સુધીના ભાવ મળ્યા હતાં. જામનગર યાર્ડના ઇતિહાસમાં લાલ મરચાના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ આજે મળ્યા હતા.

મોર્કેટિંગ યાર્ડમાં વિવિધ જસણીની આવક

મહત્વનું છે કે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની ખરીદી માટે દેશભરમાંથી વેપારીઓ આવતા હોય છે. ત્યારે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં નવી જણસની આવકના કારણે ખેડૂતોને ઉંચા ભાવ મળી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 37,319 મણ વિવિધ જણસીઓની આવક થઈ હતી. ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા,જીરુ, મરચા સહિતની વિવિધ જણસીઓ આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરુ અને મગફળીના ભાવમાં પણ તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી, જાણો કેટલા સુધી પહોચ્યો ભાવ

Back to top button