ટોપ ન્યૂઝનેશનલ

25 વર્ષમાં પહેલી વાર ગાંધી પરિવારનું કોંગ્રેસ અધિવેશન પર નિયંત્રણ નહિ, બદલાવની શરૂઆત !

Text To Speech

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 85મુ અધિવેશન હાલ છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયું છે ત્યારે પ્રથમ વાર ગાંધી પરિવારનું આ અધિવેશન પર કોઈ નિયંત્રણ નથી. છેલ્લા 25 વર્ષથી સતત ગાંધી પરિવાર જ મુખ્યત્વે કોંગ્રેસ અધિવેશનની આગેવાની કરતું રહ્યું છે ત્યારે રાજકીય વિશ્લેષકોએ આ બાબતની નોંધ લેતા કહ્યું હતું કે 25 વર્ષના ઇતિહાસનું પ્રથમ અધિવેશન છે કે જ્યાં ગાંધી પરિવાર પર પ્રકાશ પાડવામાં આવ્યો નથી.ગાંધી પરિવાર - Humdekhengenews કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી યોજવાની હતી ત્યારે કોંગ્રેસના જ કેટલાક કાર્યકર્તાઓ અંદરથી એવું ઇચ્છતા હતા કે આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારના ન બને. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આ કાનાફૂસીની જાણ થઈ ગઈ હતી માટે જ તેઓ જાતે જ આ પદથી દૂર થઈ ગયા હતા. કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓના મત પ્રમાણે તો તેમણે શશી થરૂર કોંગ્રેસ અધ્યક્ષ બને તેવી ઈચ્છા હતી પણ મલ્લિકાર્જુન ખડગે ગાંધી પરિવારના વધુ નજીક હોવાને લીધે તેઓ આ બાજી મારી ગયા. કોંગ્રેસમાં ગાંધી પરિવારના બહારના પ્રમુખ બન્યા બાદ છેલ્લા ઘણા સમયમાં કોંગ્રેસમાં બદલાવ જોવા મળ્યો છે.ગાંધી પરિવાર - Humdekhengenews કોંગ્રેસના રાયપુર ખાતેના 85 માં અધિવેશનમાં ગાંધી પરિવારની ભૂમિકા આંશિક કરતાં પણ ઓછી જોવા મળી છે અને જે કોંગ્રેસ માટે ક્યાંક સારા સંકેત પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. રાહુલ ગાંધીએ પક્ષને બેઠો કરવા ઘણી મહેનત કરી છે પણ તેમણે સફળતાના ફળ ચાખવા મળ્યા નહતા, જ્યારે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ પહેલી જીત હિમાચાલની મેળવી. આગામી સમયમાં ગાંધી પરિવાર પક્ષથી જરૂરિયાત મુજબ દૂર રહે તે કોંગ્રેસને જ લાભ થાય તેમ છે તેવું વિશ્લેષકો માની રહ્યા છે કારણ કે સત્તા પક્ષના નિશાન પર હંમેશા ગાંધી પરિવાર જ રહ્યો છે.ગાંધી પરિવાર - Humdekhengenews કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારથી અત્યાર સુધીમાં જે કઈ પણ બન્યું છે તે તમામ માટે સત્તા પક્ષે હંમેશા ગાંધી પરિવારને જ ટાર્ગેટ કર્યો છે જેનું નુકસાન કોંગ્રેસે 2014થી ભોગવ્યું છે અને હવે આ તમામ બાબતથી ગાંધી પરિવાર વાકેફ થયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ એક નવી કોંગ્રેસ બનીને ભારતમાં ઊભરી આવે તો નવાઈ નહિ.

Back to top button