મનોરંજનસ્પોર્ટસ

લગ્ન બાદ પહેલીવાર બોલિવૂડ અને ક્રિકેટ ટીમના કપલ હોળીના રંગે રંગાશે

હોળીનો તહેવાર ખૂબ જ ખાસ છે અને તેમાં પણ નવા પરણીત યુગલો માટે વધુ ખાસ હોય છે. ટીમ ઈન્ડિયામાં 4 અને બોલિવુડમાં 5 એવા કપલ છે જે લગ્ન પછી પહેલીવાર હોળી ઉજવશે. આ દિવસ બધા માટે ખાસ રહેશે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના અને બોલિવૂડના 5 એવા ક્યા કપલો છે જે લગ્ન પછી પહેલીવાર આ તહેવાર ઉજવવા જઈ રહ્યા છે.

બોલિવૂડ હોળી - Humdekhengenews

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ આ વર્ષે 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયાએ લાંબા સમય સુધી કેએલ રાહુલને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. રાહુલ હોળીના દિવસે ટીમ સાથે અમદાવાદમાં હશે, પરંતુ તે તેની પત્ની આથિયા સાથે હોટલમાં તહેવારની મજા ચોક્કસ માણશે.

બોલિવૂડ હોળી - Humdekhengenews

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ આ વર્ષે 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. અક્ષરે તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. આ ક્રિકેટરે ગુજરાતના વડોદરામાં તેના ડાયટિશિયન મંગેતર સાથે 7 ફેરા લીધા છે.અક્ષરે ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બ્રેક લીધો અને લગ્નની વિધિઓ કરી અને તેના ડાન્સિંગના ફોટા અને વીડિયો પણ વાયરલ થયા. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા અક્ષર પર લગ્ન પછીની પહેલી હોળીનો રંગ કેવો રહેશે તે જોવા ચાહકો આતુર છે.

બોલિવૂડ હોળી - Humdekhengenews

ટીમ ઈન્ડિયાનો ખેલાડી શાર્દુલ ઠાકુરના લગ્ન બાદ તેની પણ આ પહેલી હોળી છે. શાર્દુલે વર્ષ 2021માં ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સગાઈ કરી હતી. પરંતુ કોઈ કારણસર તેમના લગ્નની તારીખ ટળી ગઈ હતી. જે બાદ હવે 27 ફેબ્રુઆરીએ બંનેએ લગ્ન કરી લીધા.

બોલિવૂડ હોળી - Humdekhengenews

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરના લગ્ન બાદ આ પહેલી હોળી છે. દીપકે ગયા વર્ષે 1 જૂનના રોજ લગ્ન કર્યા હતા. દીપકે આગ્રામાં જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા, જેના ફોટાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. દીપક હાલમાં ટીમનો ભાગ નથી, પરંતુ ઈજામાંથી સાજો થયા બાદ તે આઈપીએલમાં રમતો જોવા મળશે.

બોલિવૂડ હોળી - Humdekhengenews

બોલિવૂડની મોસ્ટ વેઈટીંગ વેડિંગ કિયારા અને સિદ્ધાર્થેની હતી. 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન કર્યા હતા અને આ બંનેની આ પ્રથમ હોળી છે. આ વખતે કિયારા પોતાના સાસરિયામાં પ્રથમ હોળી મનાવશે.

બોલિવૂડ હોળી - Humdekhengenews

કપૂર પરિવારની હોળી તો હિન્દી સિનામાની જાણીતી હોળી રહી છે પરંતુ ઘણા વર્ષોથી આ સિલસિલો બંધ છે. પરંતુ લગ્ન બાદ આલિયા અને રણબીર પોતાની પ્રથમ હોળીને યાદગાર બનાવશે. એટલું જ નહીં તેમની પુત્રી રાહાની પણ પ્રથમ હોળી છે.

બોલિવૂડ હોળી - Humdekhengenews

ઓક્ટોબર 2022માં લગ્ન કર્યા બાદ અલી ફઝલ અને ઋચા ચડ્ઢા પણ પ્રથમ હોળી ઉજવવા માટે તૈયાર છે. આમ તો બંનેએ સાથે હોળીના તહેવારની ઉજવણી કરી હશે. પરંતુ આ વખતે લગ્ન બાદ બંને પ્રથમ વખત કલર રમશે.

બોલિવૂડ હોળી - Humdekhengenews

અભિનેત્રી હંસિકા મોટવાણીએ હાલમાં સોહેલ કથૂરિયા સાથે લગ્ન કર્યાં છે. આ કપલની પણ લગ્ન બાદ પ્રથમ હોળી છે, જે હંસિકા અને સોહેલ સાથે ઉજવશે. સાસરિયામાં હંસિકા પોતાની પહેલી હોળીને યાદગાર બનાવવા ઈચ્છશે.

Back to top button