ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં પહેલીવાર એક હિન્દુ મહિલા ચૂંટણી લડશે

  • 8મી ફેબ્રુઆરી, 2024ના રોજ પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના સભ્યોની ચૂંટણી
  • સવીરા પ્રકાશે 23 ડિસેમ્બરે બુનેર જિલ્લામાં PK-25 સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યુ

ઈસ્લામાબાદ, 26 ડિસેમ્બર: પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓની શું હાલત છે તે સૌ કોઈ જાણે જ છે. આવી સ્થિતિમાં, જો કોઈ હિન્દુ મહિલા પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માટે નોમિનેશન ફાઈલ કરે છે, તો નવાઈ જરુર લાગે છે. ડૉનના અહેવાલ મુજબ પહેલીવાર ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની એક હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં આગામી ચૂંટણીમાં સામાન્ય બેઠક માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. સવીરા પ્રકાશે બુનેર જિલ્લામાં PK-25 સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. સવીરાના પિતા હિન્દુ સમુદાયના સભ્ય હતા. તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના 35 વર્ષ સમર્પિત સભ્ય રહ્યા છે. ત્યારે હવે પાર્ટીએ પિતાની જગ્યાએ તેમની દિકરીને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.

હિન્દુ મહિલા સવીરા પ્રકાશ કોણ છે?

સવીરા પ્રકાશ મેડિકલ ડોક્ટર છે. તેના પિતા ઓમ પ્રકાશ એક નિવૃત્ત ડૉક્ટર છે જેઓ 35 વર્ષથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સક્રિય સભ્ય છે. સોમવારે ડૉનના અહેવાલ મુજબ, કૌમી વતન પાર્ટી સાથે સંકળાયેલા સ્થાનિક રાજકારણી સલીમ ખાને જણાવ્યું હતું કે, બુનેરથી સામાન્ય બેઠક પર આગામી ચૂંટણી માટે હિન્દુ મહિલા સવીરા પ્રકાશે ચૂંટણી લડવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. સવીરા પ્રથમ હિન્દુ મહિલા છે જે પાકિસ્તાનમાં ચૂંટણી લડી રહી છે. એબોટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી 2022માં સ્નાતક થયેલા સવીરા બુનેરમાં PPP મહિલા પાંખના જનરલ સેક્રેટરી તરીકે કામ કરે છે.

જો ચૂંટણી જીતશે તો સવીરા આ મુદ્દાઓ પર કામ કરશે

રિપોર્ટ અનુસાર સવીરાએ તેના પિતાના પગલે ચાલવાની અને વિસ્તારના વંચિતો માટે કામ કરવાની તેમની આકાંક્ષાઓ વિશે વાત કરી છે. સવીરાએ 23 ડિસેમ્બરે ઉમેદવારી ફોર્મ ફર્યુ હતું અને આશા વ્યક્ત કરી કે પીપીપીનું વરિષ્ઠ નેતૃત્વ તેમની ઉમેદવારીને સમર્થન આપશે. તેણીએ વિકાસ ક્ષેત્રે મહિલાઓની ઐતિહાસિક ઉપેક્ષા અને દમન પર પણ ભાર મૂક્યો હતો અને જો તેઓ ચૂંટાય તો આ મુદ્દાઓ પર કામ કરશે.

  • ડૉનના અહેવાલ મુજબ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ના તાજેતરના સુધારામાં સામાન્ય બેઠકો પર પાંચ ટકા મહિલા ઉમેદવારોને સામેલ કરવાનું ફરજિયાત છે.

આ પણ વાંચો: પૂર્વ PM ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ફટકો, SC એ પણ અરજી કરી પરત

Back to top button