ભક્તોની ઇચ્છા માટે કર્યું ગામો-ગામ વિચરણ, જાણો વિચરણ દિવસના કિસ્સાઓ
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન ખૂબ વિચરણ કર્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ‘વિચરણ દિવસ છે. તો આજે અહીં જાણો પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભારે ભીડો વેઠીને પણ ભક્તોની ઇચ્છા પૂરી કરવા કપરી પરિસ્થિતિમાં પણ વિચરણ કર્યુ છે.
સબ કે સ્વજન
તા. 25.5.2000 ડભોઇ, ગુજરાત : પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આદિવાસી વિસ્તારના લોકો માટે ડભોઇ ખાતે હોસ્પિલનું નિર્માણ થયું હતું. આ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત મહાનુભાવો પધાર્યા હતા. ઉદ્ઘાટનની સભા બાદ પ્રમુખસ્વામી અટલાદરા જવા માટે નિકળ્યા હતા. રસ્તામાં જ પ્રમુખસ્વામીએ ડ્રાઇવરને ભીલાપુર ગામ તરફ ગાડી વાળવા માટે કહી દીધું. ભીલાપુર પહોંચીને પ્રમુખસ્વામી અહીં જીવણભાઇના ઘરે પહોંચ્યા. કોઇ નિર્ધારિત કાર્યક્રમ કે આગોતરી સૂચના વગર જ જીવણભાઇનો સંકલ્પ પૂરો કરવા પહોંચેલા પ્રમુખસ્વામીને જોઇને જીવણભાઇ તો ભાવવિભોર થઇ ગયા. આ જ દિવસે અટલાદરા પહોંચવાનું હોવા છતાં રાત્રે 9-30 કલાકે સાંજનું ભોજન બાકી હોવા છતાં વલ્લભભાઇ ટાંકના ઘરે સાવ સામાન્ય પાટ પર બેસીને તેમની સમસ્યાઓનું સમાધાન કર્યું હતું.
સહજ જીવન
તા. 24.5.2000 ડભોઈ, ગુજરાત : 2.50 લાખોમાં પધરામણી જેમા 17 હજાર ગામોમાં વિચરણ, અનેકવિધ પ્રવૃતિઓથી ધમધમતી સંસ્થાનું સંચાલન છતાં પણ હંમેશા પ્રભુ ભક્તિમાં રત રહેતા પ્રમુખસ્વામી આહનિક માટે હંમેશા સજાગ રહેતા અને અન્યોને સજાગ રાખતા હતા. આ દિવસે પ્રમુખસ્વામી ઘરોના ઘરે પધારમણી કરીને ઉતારે પધાર્યા હતા. ઉતારે પધાર્યા ત્યારે સંધ્યા સમય થઇ ચુક્યો હતો અને સંધ્યા આરતીની તૈયારીઓ ચાલુ હતી. આ જ સમયે આસન માત્ર એક જ હતું પરંતુ પ્રમુખસ્વામીએ તરત જ એ આસન પર ઠાકોરજીને પધરાવ્યા અને પોતે સાવ સાદી ખુરશીમાં બીરાજી ગયા અને ઠાકોરજીની આરતી, અષ્ટકમાં મગન થઇ ગયા. આ દરમ્યાન પ્રમુખસ્વામીએ અહીં દંડવત કરીને સૌને પરાભક્તિના પાઠ શીખવ્યા હતા.
અનુઠા પ્રેમબંધન
તા. 19.3.2004 સીસ્વા, ગુજરાત: પ્રમુખસ્વામી મહારાજ માર્ચના મહિનામાં મધ્યગુજરાતના બોચાસણ ગામે બિરાજમાન હતા. આ દરમ્યાન તેઓ ઉન્નાવ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા માટે નિકળ્યા. તેઓ નિકળ્યા ત્યારે રસ્તામાં સીસ્વા ગામ ખાતે ભક્તો રસ્તામાં પ્રમુખસ્વામીના દર્શન માટે ઉભા હતા. ભક્તોને જોઇને પ્રમુખસ્વામીએ કાર ઉભી રખાવી અને હજુ તો આયોજકો કંઇ વિચારે તે પહેલા તો પ્રમુખસ્વામી કારમાંથી ઉતરી ગયા અને ભક્તોને મળવા લાગ્યા. આ દરમ્યાન નજીકના ઘરમાંથી ખાટલો લાવી તેના પર સાદી ચાદર પાથરી અને પ્રમુખસ્વામી તરત તેના પર બેસી ગયા અને ભક્તો સાથે વાર્તાલાપ કરવા લાગ્યા અને ભક્તોના સુખ દુખની પૃચ્છા કરવા લાગ્યા. ભક્તો પ્રત્યેનો આવો અનોખો પ્રેમ જોઇ ભક્તો હરહંમેશ ગદગદીત થઇ રહ્યા છે.
કલ્યાણાર્થ- કલ્યાણ કે લીયે
તા. 8.5.1999 ગલોન્દા, ગુજરાત: 79 વર્ષની ઉંમર, નાદુરસ્ત તબિયત છતાં પણ વિચરણ કરતા રહેતા પ્રમુખસ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતના આદિવાસી બાહુલ વસ્તિ ધરાવતા ગોલ્નદા ગામે પધાર્યા. પ્રમુખસ્વામીને પોતાના ગામમાં પધરાવવા, સ્વાગત કરવા ભાવિકો પારંપરિક વેશભૂષામાં નૃત્ય કરી રહ્યા હતા. તે દરમ્યાન સૌના આશ્ચર્ય વચ્ચે પ્રમુખસ્વામી નૃત્ય કરતા આદિવાસીઓ વચ્ચે જઇને ઉભા રહી ગયા અને ભક્તોના તાલ સાથે તાલ મલાવતા એકરૂપ થઇ ગયા. લાખો ભકતો વચ્ચે વિરાટ સભામાં બિરાજતા પ્રમુખસ્વામીને પોતાની વચ્ચે સાવ નાનકડા આદિવાસી ગામમાં એકરૂપ થયેલા જોઇ આદિવાસી ભક્તો ભાવાદ્ર થઇ ગયા હતા. અહીં મંદિરમાં પ્રતિષ્ઠા કરી પ્રમુખસ્વામી દરેક આદિવાસીઓના ઘરોમાં પધરાણી કરી દરેકને સત્સંગના માર્ગે વળવા પ્રેરણા આપી.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : વિચરણ સ્મૃતિદિનમાં શું હશે વિશેષ
સમતાધારી સંત
તા. 2.3.1987, રામોદડી, ગુજરાત : સતત વિચરણ કરતા રહેતા પ્રમુખસ્વામી મહારાજ ગુજરાતના રામોદડી ગામે મંદિરમાં પ્રતિષ્ઠા માટે પધાર્યા. પ્રતિષ્ઠા બાદ પ્રમુખસ્વામી દેવીપૂજકોના આવાસમાં પધરામણી કરવા પધાર્યા. ઝુપડાઓમાં રહેતા દેવીપૂજકોના આવાસોમાં પધારેલા પ્રમુખસ્વામી ઝુપડાની બહાર સાવ નીચે દેવીપુજકોની સાથે જ બેસી ગયા અને દેવીપૂજકો સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. દેવીપૂજકોને આશિર્વાદ આપતા પ્રમુખસ્વામીએ કહ્યું કે, ભગવાન બધાના છે. ભજનનો અધિકાર દરેકનો હોય છે. વ્યસન અને અંધશ્રદ્ધા દૂર કરીને ભજન અને સત્સંગ કરીઓ ભગવાન આપણા જ છે. આ સાથે જ પ્રમુખસ્વામીએ દરેક દેવીપૂજકોને પ્રસાદીભૂત જળ આપીને ભગવાનના દર્શન, સત્સંગ કરવાની પ્રેરણા આપી.
સ્વામિનારાયણ આપલે આહેત
તા. 30.09.1993 સમુદ્રાલ, લાતૂર, મહારાષ્ટ્ર : આ દિવસ ખાનદેશના લાતૂર જિલ્લાના 25 જેટલા ગામો માટે આફત લઇને આવ્યો હતો. અહીં આવેલા ભૂકંપે 25 જેટલા ગામોને બરબાદ કરી નાંખ્યા હતા. ભૂંકપે ઘરો તો તોડ્યા જ હતા પરંતુ લોકોના જીવનને તાડી પાડ્યા હતા. પ્રમુખસ્વામીને આ ભૂકંપની જાણ થતા જ તેઓએ મુંબઇના દાદર મંદિરે ફોન કરી 500 જેટલા સંતો-કાર્યકરોને લાતૂર પહોંચી ભૂકંપગ્રસ્તોને મદદ કરવા આજ્ઞા આપી દીધી હતી. પ્રમુખસ્વામીની આજ્ઞા અનુસાર સંતો – કાર્યકરો લાતૂરના સમુદ્રાલ સહિત ગામોમાં પહોંચીને ગરમ ભોજન સહિત જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની સેવા શરૂ કરી હતી. ત્યાર બાદ તો પ્રમુખસ્વામીની કરૂણા ગંગા એવી તો વહી કે અહીંના વિસ્તારોમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પહોંચાડવા ઉપરાંત પાકા મકાનો બાંધી આપવામાં આવ્યા. પ્રમુખસ્વામીના કાર્યોને જોઇ મહારાષ્ટ્ર સરકાર દ્વારા અન્ય 7 ગામોના પુનઃનિર્માણની જવાબદારી સંસ્થાને આપી દીધી.
આ દરમ્યાન પ્રમુખસ્વામી 22.1.1994ના રોજ સ્વામીશ્રી 74 વર્ષની જૈફ વયે, નાદુરસ્ત તબિયત વચ્ચે અહીંના લોકોને હુંફ આપવા માટે પધાર્યા. પ્રમુખસ્વામીએ અહીં રસ્તા પર વિખરાયેલા પથ્થરોની પણ પરવા કર્યા વગર દરેક ઘરોમાં પધરામણી કરી અને દરેક ઘરોમાં જઇને ભાવિકોને આશ્વાસન આપ્યું. નવ નિર્મિત ઘરોમાં પધરામણી કરી પુષ્પો પધરાવી સભામાં પધાર્યા. સભામાં તેઓના શબ્દોએ હાજર સૌ કોઇને લાગણીસભર કરી દીધા હતા. પ્રમુખસ્વામીએ સભામાં જણાવ્યું કે, તમે લોકો બહાર ખુલ્લામાં રહો તો અમને ખુબ દુઃખ થાય છે. તમારામાં, તમારા આત્મામાં ભગવાન રહે છે. આમ, માનવ માત્રમાં ભગવાન જોનાર સ્વામીશ્રી સાચા અર્થમાં સંત પરમહિતકારી હતા.