ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું વિઘ્ન : આગામી 3 દિવસ વરસી શકે છે વરસાદ
ખેલૈયાઓ અને ખેડૂતો ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પાડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેને લીધે આજે વડોદરા, ભરૂચ, સુરત અને અમરેલી સહિત કેટલાય જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો થતા વરસાદ ખાબકી પડ્યો હતો. જેને લીધે ખેતરોનો પાક બગડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
વડોદરા,ભરૂચ અને સુરતમાં મેઘમહેર :
આ સિવાય સુરતના કામરેજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત વડોદરા અને ભરૂચના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. નવરાત્રિના સમયમાં વરસાદ આવતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે.
28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ:
આગામી દિવસો માટે હવામાન વિભાગે 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ વરસી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. ત્યારે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. અમદાવાદમાં આગામી 2 દિવસ રહશે સામાન્ય વરસાદ રહ્શે. અમદાવાદને લઈને હવામાન વિભાગે કીધું છે કે અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે અને શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રિને લઈને અમદાવાદના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેવામાં વરસાદનું વિઘ્ન તેમના માટે નડતર રૂપ બની શકે છે.