એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે ગુજરાતના એરપોર્ટનું સંચાલન સફેદ હાથી સમાન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે ગુજરાતના એરપોર્ટનું સંચાલન સફેદ હાથી સમાન પુરવાર થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં વડોદરા એરપોર્ટે રૂપિયા ૧૪૫.૧૦ કરોડ, સુરત એરપોર્ટે રૂપિયા ૯૭.૨૭ કરોડ અને રાજકોટ એરપોર્ટે રૂપિયા ૬૮ કરોડની ખોટ કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના શહેરોમાં બે ઋતુ શરૂ, માવઠા બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી
મુસાફરો તરફથી ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી
જાણકારોના મતે, ઉડાન યોજના શરૂ કરાઇ હોવા છતાં મુસાફરો તરફથી ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી. જેના માટે મુખ્ય કારણ કનેક્ટિવિટી છે. અનેક એરપોર્ટમાં દિવસની માંડ એકાદ-બે ફ્લાઇટ હોય છે. કચ્છમાં હાલ રણોત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે મુંબઇ, દિલ્હીથી દરરોજની કમસેકમ બે ફ્લાઇટનું સંચાલન થવું જોઇએ. જેનાથી રણોત્સવમાં આવનારાની સંખ્યામાં પણ વધારો થશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા નક્કર આયોજન કરવામાં આવે તો એરપોર્ટને થતી ખોટમાં ચોક્કસ ઘટાડો થઇ શકે.
આ પણ વાંચો: ગુજરાત: દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે ફાઇટર વિમાન લેન્ડ થશે
વડોદરા એરપોર્ટને થયેલી ખોટનો આંક ચિંતાજનક
અમદાવાદ સિવાયના એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ૧૦ પૈકી કંડલા, પોરબંદર, જામનગર એરપોર્ટે જ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કમસેકમ એકવાર નફો કર્યો છે. આ સિવાય તમામ એરપોર્ટે સતત ત્રણ નાણાકીય વર્ષથી ખોટ જ ખાધી છે. વડોદરા એરપોર્ટની વાત કરવામાં આવે તો તેને ૨૦૧૯-૨૦માં રૂપિયા ૪૨.૬૬ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂપિયા ૫૧.૨૨ કરોડ, ૨૦૨૧-૨૨માં રૂપિયા ૫૧.૨૨ કરોડની ખોટ થઇ હતી. આમ, વડોદરા એરપોર્ટને થયેલી ખોટનો આંક ચિંતાજનક છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર બિલ્ડરોના પ્રશ્ને લેશે મોટો નિર્ણય, જાણો કોને થશે ફાયદો
૧૭.૧૦ કરોડની ખોટનો સામનો કરવો પડયો
સુરત એરપોર્ટની વાત કરવામાં આવે તો ૨૦૧૯-૨૦માં રૂપિયા ૨૭.૪૮ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂપિયા ૪૦.૪૩ કરોડ અને ૨૦૨૧-૨૨માં રૂપિયા ૨૯.૩૬ કરોડની ખોટનો સામનો કરવો પડયો હતો. રાજકોટ એરપોર્ટને થયેલી ખોટમાં ૨૦૨૦-૨૧ની સરખામણીએ ઘટાડો થયો છે. જેમાં તેને ૨૦૧૯-૨૦માં ૨૪.૬૩ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂપિયા ૨૬.૨૭ કરોડ જ્યારે ૨૦૨૧-૨૨માં ૧૭.૧૦ કરોડની ખોટનો સામનો કરવો પડયો હતો.