ગોવાના જંગલમાં સતત 8માં દિવસે પણ આગ કાબુમાં નહી, એરફોર્સના હેલિકોપ્ટર પ્રયત્નોમાં લાગ્યા
ગોવાના જંગલમાં એક અઠવાડિયાથી સતત આગ લાગી રહી છે. તેને બુઝાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. IAF ના Mi-17 હેલિકોપ્ટરે 11 માર્ચે ગોવાના જંગલમાં લાગેલી આગથી પ્રભાવિત વિસ્તારોમાં 25,000 લિટરથી વધુ પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યોહતો.
આગ બુઝાવવા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ
ગોવાના જંગલમાં એક સપ્તાહથી સતત આગ લાગી રહી છે. જંગલમાં આ આગ સતત વધી રહી છે અને તેની ઝપેટમાં અનેક જીવો આવી ગયા છે. ભારતીય વાયુસેના આ વિશાળ જંગલમાં લાગેલી આગને ઓલવવાનો સતત પ્રયાસ કરી રહી છે.
વાયુસેનાએ તેના હેલિકોપ્ટર ઉતાર્યા
ઉલ્લેખનીય છે કે ગોવાના મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા 8 દિવસથી લાગેલી આગને કાબુમા લેવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે ભારતીય વાયુસેનાએ વાયુસેનાએ આગથી પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉતાર્યા છે.
#WATCH | IAF's Mi-17 helicopter dispensed over 25000 litres of water over forest fire-affected areas in Goa on March 11
(Source: IAF) pic.twitter.com/aNwkwNXZ5U
— ANI (@ANI) March 12, 2023
આગની આ ઘટના પર PMOની નજર
વન મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે પીએમઓ તરફથી માહિતી મળી છે કે સંરક્ષણ મંત્રાલય સંપૂર્ણ સહયોગ આપશે અને પીએમઓ સ્થિતિ પર નજીકથી નજર રાખશે. તેમણે કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. તેઓએ અમારા જંગલોને બચાવવા માટે સંપૂર્ણ સંરક્ષણ સહાય પણ આપી છે અને હેલિકોપ્ટર પ્રદાન કર્યા છે. આ માટે સમગ્ર ગોવા તેમનો આભાર માને છે.
આ પણ વાંચો : Oscars 2023માં ભારતની ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ એ રચ્યો ઇતિહાસ , બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ જીત્યો