દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહથી અલગ થવાની અફવાઓ પર તોડ્યું મૌન, કહ્યું…
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગણતરી બોલિવૂડના ફેવરીટ કપલ્સમાં થાય છે. ત્યારે થોડા સમયથી, આ કપલ વચ્ચે અણબનાવની અફવાઓએ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. ત્યારે રણવીરે આ અફવાઓ પર વળતો જવાબ દીધો છે અને તે માત્ર લોકો દ્વારા ફેલાવાયેલ અફવા હોવાનું સાબિત કરી દીધો છે. ત્યારે, હવે તેની પત્ની દીપિકા પાદુકોણે પણ મૌન તોડ્યું છે અને તેણે પણ સેપરેશન અફવાઓ પર જવાબ આપ્યો હતો. ત્યારે દીપિકાનો આ જવાબ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં આવ્યો છે.
દીપિકા પાદુકોણે રણવીર વિશે કહી આ વાત
દીપિકા પાદુકોણ તાજેતરમાં મેગન માર્કલના પોડકાસ્ટ પર વાતચીતમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. તેમજ દીપિકાએ રણવીર સિંહ વિશે વાત કરતા કહ્યુ હતુ કે રણવીર કામના કારણે લાંબા ટાઈમથી દૂર છે. તેમજ તે જ્યારે પાછો આવે છે ત્યારે તે તેના ચેહરાને જોઈ ખુબ ખુશી અનુભવે છે. દીપિકાએ પોડકાસ્ટના અંતે કહ્યું- ‘મારા પતિ એક અઠવાડિયા માટે સંગીત સમારોહમાં ગયા હતા અને તેઓ હમણાં જ પાછા આવ્યા છે. મારો ચહેરો જોઈને તે ખૂબ જ ખુશ થશે. આ સાંભળીને મેગન પણ ખુશ થઈ ગઈ અને કહ્યું કે તેણે દીપિકાને તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની સલાહ આપીને ગુડબાય કહ્યું.
અફવા એક ટ્વીટથી શરૂ થઈ હતી
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. આ અફવાઓ એક વાયરલ ટ્વીટથી શરૂ થઈ હતી. દાવો કરવામાં આવ્યો હતો કે બંને સ્ટાર્સના લગ્નમાં તિરાડ પડી હતી. જો કે, રણવીરે પાછળથી સંકેત આપ્યો કે આવા અહેવાલો માત્ર અફવા છે. તેણે દીપિકા સાથેના દસ વર્ષનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું હતું કે, ‘ટચવુડ… અમે મળ્યા અને અમે 2012માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું… તેથી 2022માં દીપિકા અને મારા માટે 10 વર્ષ છે’.
આ પણ વાંચો: શિખર ધવન બોલિવૂડમાં કરશે ડેબ્યૂ, હુમા કુરેશી સાથે કરશે રોમાન્સ