ટ્રેન્ડિંગનેશનલ

કલાકો સુધી મહિલાનો મૃતદેહ રઝળતી હાલતમાં પડી રહ્યો, અનેક ટ્રેન તેના ઉપરથી પસાર થઈ

Text To Speech

ઉમરિયા (મધ્ય પ્રદેશ), 19 માર્ચ: મધ્યપ્રદેશના ઉમરિયામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર માનવતાને શર્મસાર કરી દીધી છે. ઉમરિયામાં રેલવે ટ્રેક પર મહિલાનો મૃતદેહ કલાકો સુધી રઝળતી હાલતમાં પડી રહ્યો હતો. પરંતુ કોઈએ મૃતદેહને ટ્રેક પરથી હટાવવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામ એ આવ્યું કે પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓ મૃતદેહ ઉપરથી પસાર થતી રહી અને લોકો મૂક પ્રેક્ષક બનીને ઊભા રહ્યા.

શું છે સમગ્ર મામલો?

આ મામલો બિલાસપુરના ચંદિયા રોડ રેલવે સ્ટેશનથી કટની રેલવે સેક્શન સુધીના થોડા ડગલાં દૂરનો છે. અહીં એક અજાણી ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. જેની જાણ તાત્કાલિક રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી પરંતુ કલાકો સુધી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ન હતો. પરિણામ એ આવ્યું કે મૃતદેહ ઉપરથી ઘણી ટ્રેનો પસાર થઈ ગઈ.

ઘણા મુસાફરોએ રેલવે પ્રશાસનને મૃતદેહને બહાર કાઢવાની અપીલ પણ કરી હતી. પરંતુ રેલવે પ્રશાસનના કાને આ વાત ના પહોંચી. મહિલાની લાશ 4 કલાક સુધી ટ્રેક પર પડી રહી અને મૂક પ્રેક્ષક બનીને લોકો ત્યાં ઉભા રહીને વીડિયો બનાવતા રહ્યા. આ પછી રેલવે પ્રશાસને આંખ ખોલી અને મહિલાના મૃતદેહને ટ્રેક પરથી હટાવીને તપાસ શરૂ કરી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલાનો મૃતદેહ પાટા પર પડ્યો છે અને તેના પરથી એક પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી છે.

આ પણ વાંચો: અંધાધૂધ ગોળીબાર કર્યા બાદ શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે કરી ઘાતકી હત્યા, ઘટના CCTVમાં કેદ

Back to top button