સારા ફોર્મ માટે વિરાટ હવે ‘ભગવાન’ ની મદદે, પત્ની સાથે પહોંચ્યો ભજન-કીર્તનમાં


ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખરાબ ફોર્મથી પરેશાન થઈ રહ્યો છે. હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેનું કંગાળ ફોર્મ જોવા મળ્યું છે. આ તરફ સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો વાયરલ થયો છે જેમાં વિરાટ પત્ની અનુષ્કા સાથે ભજન-કીર્તનના કાર્યક્રમમાં પહોંચી ગયો છે.
View this post on Instagram
ભજન-કીર્તનમાં પહોંચ્યો વિરાટ
વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથેના ફોટો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે લંડનમાં કૃષ્ણા દાસના કીર્તનમાં જોવા મળ્યો છે, આ કીર્તનનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ટીમ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચોની વન-ડે સીરિઝ અત્યારે 1-1 ની બરાબરી પર છે, સીરિઝની અંતિમ મેચ રવિવારે (17 જુલાઈએ) રમવામાં આવશે.
View this post on Instagram
આ ગાયકે કર્યું હતું આયોજન
લંડનમાં આ કીર્તનનું આયોજન અમેરિકન ગાયક કૃષ્ણા દાસે કર્યું હતું, તે ભક્તિ ગીતો માટે જાણીતો છે, કૃષ્ણા દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથેના પોતાના ફોટો શેર કર્યા છે. હનુમાન દાસે ઈન્સ્ટાગ્રામ પર કીર્તનનો વીડિયો પણ શેર કર્યો છે, આ કાર્યક્રમનું આયોજન 14 થી 15 જુલાઈ સુધી હતું, આ વન-ડે સીરિઝની બીજી મેચ પણ લંડનમાં જ રમવામાં આવશે.
Virat Kohli & @AnushkaSharma Attended @KrishnaDas' Kirtan In London. ????@imVkohli • #Virushka • #ViratGang pic.twitter.com/JdbbHLMaTs
— ViratGang (@ViratGang) July 15, 2022
કોહલી સદીની રાહ જોઈ રહ્યો છે
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટની બેટિંગથી ગત અઢી વર્ષમાં એક પણ શતક નથી આવ્યું. વિરાટ કોહલીએ ગત શતક 22 નવેમ્બર 2019માં બાંગ્લાદેશના વિરુદ્ધ સદી લગાવ્યી હતી. આ મેચ પછી વિરાટે 67 મેચ રમી છે, જેમાં તેને 24 અર્ધશતકની સાથે 2537 રન બનાવ્યા અને એક પણ શતક નથી ફટકાર્યું. તેમજ, ઇંગ્લેન્ડના પ્રવાસે પણ વિરાટ કોહલી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.
આ પણ વાંચો : “કોહલીને ડ્રોપ કરી શકે તેવો કોઈ સિલેક્ટર નથી”, જાણો- કયા પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું ?