ગુજરાત

ધરોઈ- અંબાજી ‘સાયકલ ટ્રેક’ માટે રૂ. 111.93 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી અને ધરોઈ વચ્ચે હવે 47 કિલોમીટરના ‘સાયકલ ટ્રેક’ નું નિર્માણ થવાનું છે. જેને રાજ્ય સરકારના મંત્રીએ સિદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

 

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી
બનાસકાંઠા જિલ્લાના મીની તિરુપતિ સમાન ગણાતા યાત્રાધામ અંબાજી ખાતે વર્ષે દહાડે દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિભાગ દ્વારા વિશ્વનો સૌથી મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ શરૂ કરવામાં આવ્યો છે. હવે ધરોઈ અને અંબાજી વચ્ચે 47 કિલોમીટરના ‘સાયકલ ટ્રેક’ નું પણ નિર્માણ થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ ‘સાયકલ ટ્રેક’ નું નિર્માણ કરાય તે માટે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ તેના માટે થનારા રૂપિયા 111.93 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેને લઇને યાત્રિકો અને સાઇકલ સવારોમાં ખુશીની લહેર પ્રસરી છે.

Back to top button