હાઇકોર્ટના ચીફ જસ્ટિસના શપથને પડકારને સુપ્રીમ કોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો
- અશોક પાંડેની અરજી પર SCએ સુનાવણી કરી હતી
- અરજદારને SCએ 5 લાખ રૂપિયોનો દંડ ફટકાર્યો
- સર્વોચ્ચ અદાલતે અરજીને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો
બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના ‘દોષપૂર્ણ શપથ’ને પડકારવા બદલ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરનાર વ્યક્તિ પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ એક PILમાં જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદના શપથ ખામીયુક્ત હતા. સર્વોચ્ચ અદાલતે આ પ્રકારની અરજીને પબ્લિસિટી સ્ટંટ એટલે કે પ્રસિદ્ધિ મેળવવાનો વ્યર્થ પ્રયાસ ગણાવ્યો હતો.
CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા છે અને શપથ લીધા પછી હસ્તાક્ષર લેવામાં આવ્યા છે, તેથી આવા વાંધા ઉઠાવી શકાય નહીં. ખંડપીઠમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે સ્પષ્ટ અભિપ્રાય ધરાવીએ છીએ કે આવી વ્યર્થ PIL કોર્ટનો સમય અને ધ્યાન ભટકાવી દે છે, જેનાથી કોર્ટનું ધ્યાન વધુ ગંભીર બાબતોથી હટી જાય છે.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટમાં અશોક પાંડે દ્વારા દાખલ કરાયેલી PILની સુનાવણી કરી રહી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે તે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેવડાવવામાં આવેલા ‘ખામીયુક્ત શપથ’થી નારાજ છે. અરજદારે કહ્યું કે મુખ્ય ન્યાયાધીશે બંધારણની ત્રીજી અનુસૂચિનું ઉલ્લંઘન કરીને શપથ લેતી વખતે તેમના નામની આગળ ‘મેં’ શબ્દનો ઉપયોગ કર્યો નથી. તેણે એવી પણ દલીલ કરી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલી સરકારના પ્રતિનિધિઓ અને વહીવટકર્તાઓને શપથવિધિ સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
આ પણ વાંચો: વિધાનસભાના અધ્યક્ષે સુપ્રીમ કોર્ટની ગરિમાનું સન્માન કરવું જોઈએ : CJI