ભારતરત્નની ઘોષણા બદલ એલ.કે. અડવાણીએ આપ્યો પ્રતિભાવ, જાણો શું કહ્યું?
નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી: દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ભારતરત્નની જાહેરાત પર નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે, અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે, હું ‘ભારતરત્ન’ સ્વીકારું છું જે મને આજે એનાયત કરવામાં આવ્યો છે. તે મારા માટે માત્ર એક વ્યક્તિ તરીકે જ નહીં, પરંતુ આદર્શો અને સિદ્ધાંતો માટે પણ આ સન્માનની વાત છે કે જેની મેં મારા જીવનમાં શ્રેષ્ઠ ક્ષમતા પ્રમાણે સેવા આપી છે.
“With utmost humility and gratitude, I accept the ‘Bharat Ratna’ that has been conferred on me today. It is not only an honour for me as a person, but also for the ideals and principles that I have strobe to serve throughout my life to the best of my ability…,” Veteran BJP… pic.twitter.com/wTFCvQ6gsd
— ANI (@ANI) February 3, 2024
બે દિગ્ગજ નેતાઓને યાદ કરતાં અડવાણીએ વધુમાં કહ્યું કે, ‘આજે હું બે વ્યક્તિઓને કૃતજ્ઞતા સાથે યાદ કરું છું જેમની સાથે મને નજીકથી કામ કરવાનું સન્માન મળ્યું છે, પંડિત દીન દયાલ ઉપાધ્યાય અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી.’ આગળ તેમણે તેમના નિવેદનમાં લખ્યું કે, મારી પાર્ટીના લાખો કાર્યકરો, સ્વયંસેવકો અને અન્ય લોકોનો હું દિલથી આભાર માનું છું કે જેમની સાથે મને જાહેર જીવનમાં કામ કરવાનો લહાવો મળ્યો.
અડવાણીએ તેમની સ્વર્ગસ્થ પત્ની કમલા પ્રત્યે ઊંડી લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ મારા જીવનના દરેક તબક્કે મારી પડખે એક શક્તિ તરીકે ઊભા રહ્યા. આ સર્વોચ્ચ સન્માન મળતાં તેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ આભાર વ્યક્ત કર્યો હતો. મહત્ત્વનું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવશે.
LK અડવાણીના જન્મથી લઈને રાજકીય સફર સુધીની કહાની
લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજકારણના એક દિગ્ગજ નેતા તરીકેનું માન ધરાવે છે. અડવાણી ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેમનો જન્મ કરાચીમાં 08 નવેમ્બર 1927માં થયો હતો. 1941માં 14 વર્ષની ઉંમરે લાલ કૃષ્ણ અડવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ કરાંચી શાખાના પ્રચારક (પૂર્ણ સમયના કાર્યકર) બન્યા અને ત્યાં અનેક શાખાઓ વિકસાવી. ભાગલા પછી અડવાણીને પ્રચારક તરીકે રાજસ્થાનના મત્સ્ય-અલવરમાં મોકલવામાં આવ્યા, જેમાં ભાગલા બાદ સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી. તેમણે 1952 સુધી અલવર, ભરતપુર, કોટા, બુંદી અને ઝાલાવાડ જિલ્લામાં કામ કર્યું છે.
1970થી તેઓ છ વર્ષના કાર્યકાળ માટે દિલ્હીથી રાજ્યસભાના સભ્ય બન્યા. જનસંઘમાં વિવિધ પદો પર સેવા આપ્યા બાદ 1973માં તેઓ પાર્ટીની કાર્યકારી સમિતિના કાનપુર સત્રના પ્રેસિડેન્ટ બન્યા. 1976થી 1982 સુધી તેઓ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય હતા. ઈન્દિરા ગાંધીએ દેશ પર લાદેલી કટોકટી બાદ જનસંઘ અને અન્ય ઘણી પાર્ટીઓએ ભાજપમાં મર્જર કર્યું. અટલ બિહારી વાજપેયી અને એલકે અડવાણી 1977ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સભ્યો તરીકે લડ્યા હતા. અડવાણી નવી સ્થાપિત ભાજપના અગ્રણી નેતા બન્યા અને મધ્ય પ્રદેશથી 1982માં બે ટર્મ સુધી તેઓએ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે. અડવાણી 2002થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદે ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. 2015માં તેમને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અડવાણીને ભારત રત્નની ઘોષણા બાદ પાર્ટીના નેતાઓ અને વિપક્ષે શુભેચ્છા પાઠવી