ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાતયુટિલીટી

3 અને 6 સિવાયના તમામ વર્ગો માટે, અભ્યાસક્રમ – પાઠયપુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

  • NCERT પાઠયપુસ્તકો સંબંધિત ગેરમાર્ગે દોરતા સમાચારો પર સ્પષ્ટતા
  • જુલાઈ 2024માં NCERT દ્વારા ગ્રેડ 6ના તમામ પાઠયપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે

નવી દિલ્હી, 10 જુલાઈઃ દક્ષિણ ભારતના એક અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં ‘તારીખ 9 જુલાઈ 2024ના રોજ પ્રકાશિત સમાચારના સંદર્ભમાં, જેનું શીર્ષક “છઠ્ઠા, નવમા અને 11મા ધોરણના સુધારેલા NCERT પાઠયપુસ્તકો અંગેની મૂંઝવણ શિક્ષકોને મુશ્કેલીમાં મૂકી દે છે”, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ સમાચાર તથ્યાત્મક રીતે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે:

  1. ધોરણ 6 NCERTના પાઠયપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં હજી 2 મહિનાનો સમય લેશે
  2. માત્ર ત્રીજા અને છઠ્ઠા ધોરણને જ સુધારેલા પાઠયપુસ્તકો મળશે કે પછી નવમા અને અગિયારમા ધોરણનો પણ સમાવેશ કરવામાં આવશે તે અંગે સીબીએસઇ દ્વારા યોગ્ય રીતે જણાવવામાં આવ્યું ન હતું.
  3. ધોરણ 9 અંગ્રેજી અને ભૂગોળ અને ધોરણ 11 કમ્પ્યૂટર વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઇતિહાસના પાઠયપુસ્તકો છાપવામાં આવ્યા નથી

કથિત અખબારના આ અહેવાલને NCERTએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર વિસ્તારથી જવાબ આપ્યો છે.

કોઈ પણ પ્રકારની ગેરસમજને દૂર કરવા માટે અને વધુ સ્પષ્ટતા માટે નીચેની બાબતોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે –

  1. જુલાઈ 2024ની અંદર NCERT દ્વારા તમામ ગ્રેડ 6ના પાઠયપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે 2 મહિનાની ડેટલાઈનનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે ખોટી છે. પ્રાયોગિક શિક્ષણના પરિપ્રેક્ષ્ય હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાથવગા અનુભવો માટે પૂરતો સમય પૂરો પાડવા માટે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે જૂનાથી નવા અભ્યાસક્રમમાં સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે, NCERTએ ગ્રેડ 6 માટેના તમામ 10 વિષયોના વિસ્તારોમાં એક મહિનાનો બ્રિજ પ્રોગ્રામ પહેલેથી જ ઉપલબ્ધ કરાવ્યો છે, જેનો ઉપયોગ હાલમાં શિક્ષણ માટે કરવામાં આવે છે.
  2. માર્ચ 2024માં જ, તેને સીબીએસઈના પરિપત્ર નં. 29/2024 તારીખ 22 માર્ચ, 2024 ના રોજ કે 3 અને 6 સિવાયના તમામ વર્ગો માટે, હાલના અભ્યાસક્રમ અથવા પાઠયપુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગેરમાર્ગે દોરનારી માહિતીને ધ્યાનમાં રાખીને, શાળાઓને ફરી એકવાર સીબીએસઈ દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેઓ આ વર્ગો માટે તે જ પાઠયપુસ્તકોનો ઉપયોગ ચાલુ રાખે, જેમ કે તેઓએ પાછલા શૈક્ષણિક વર્ષ (2023-24)માં કર્યું હતું.
  3. RPDC બેંગ્લોર તમિલનાડુ સહિત તમામ દક્ષિણ ભારતીય રાજ્યોને પાઠ્યપુસ્તકો સપ્લાય કરે છે. RPDC બેંગ્લોર તરફથી મળેલી ધોરણ 9 અને 11ની પાઠ્યપુસ્તકો માટેની ટાઈટલ મુજબની માંગ NCERT દ્વારા પૂરી કરવામાં આવી છે. પ્રકાશન વિભાગ અને RPDC બેંગ્લોર દ્વારા કોઈ અછતની જાણ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ દેશનું આ રાજ્ય સંપૂર્ણપણે ‘વિપક્ષ મુક્ત’ બન્યું, તમામ ધારાસભ્યો ‘NDA ગઠબંધન’માં જોડાયા

Back to top button