ટ્રેન્ડિંગધર્મ

24 દિવસ સુધી 3 રાશિઓની જીંદગી રાજા સમાન, શરૂ થશે ગોલ્ડન ટાઈમ

Text To Speech
  • લગભગ 24 દિવસ સુધી એટલે કે 27 ઓગસ્ટ સુધી બુધ અસ્ત રહેશે. આવા સંજોગોમાં બુધ અસ્ત કેટલીક રાશિઓની કિસ્મત બદલી શકે છે

બુધ ગ્રહોના સેનાપતિ છે, તેમની ચાલનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. બુધ દેવને તમામ ગ્રહોમાં સેનાપતિનો દરજ્જો મળેલો છે. બુધની શુભ દ્રષ્ટિથી વ્યક્તિની કારકિર્દી અને વેપારમાં વધારો થાય છે. બુધની ખરાબ સ્થિતિ જીવનમાં સમસ્યાઓ લાવે છે. હાલમાં સિંહ રાશિમાં વિરાજમાન બુધ ગોચર કરી રહ્યો છે. 4 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાં બુધ અસ્ત થઈ જશે.લગભગ 24 દિવસ સુધી એટલે કે 27 ઓગસ્ટ સુધી બુધ અસ્ત રહેશે. આવા સંજોગોમાં બુધ અસ્ત કેટલીક રાશિઓની કિસ્મત બદલી શકે છે. જાણો કઈ રાશિઓ પર બુધની શુભ દ્રષ્ટિ રહેશે?

24 દિવસ સુધી 3 રાશિઓની જીંદગી રાજા સમાન, શરૂ થશે ગોલ્ડન ટાઈમ hum dekhenge news

સિંહ (મ,ટ)

સિંહ રાશિમાં બુધના અસ્ત થવાથી આ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક પરેશાનીઓ ધીમે ધીમે સમાપ્ત થશે. બોસ અને કલીગ્સના સપોર્ટથી તમે કરિયરમાં તમામ ટાસ્ક પુરા કરી શકશો. વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. હેલ્થનું ધ્યાન રાખજો.

ધન (ભ,ધ,ફ,ઢ)

સિંહ રાશિમાં બુધના અસ્ત થવાથી આ રાશિના જાતકોને લાભ થશે. આ રાશિના લોકોના પગારમાં વધારો થઈ શકે છે. ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. કોમ્પિટિશનની તૈયારી કરી રહેલા લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. કોઈ દોસ્તની મદદથી જીવનમાં આવી રહેલી તકલીફો દૂર થશે.

કર્ક (ડ,હ)

કર્ક રાશિના લોકો માટે બુધનું અસ્ત થવું શુભ પરિણામ લાવશે. વર્ષોથી રોકાયેલા કાર્યો થશે. ધન લાભના પ્રબળ યોગ છે. સુખ-શાંતિનો માહોલ રહેશે. બુધના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રમોશનની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ તમારી જન્મ તારીખ 8, 17 કે 26 છે? તો જાણી લો તમારો સ્વભાવ

Back to top button