ગાંધીનગર : યુએસ કોન્સ્યુલેટ જનરલએ પૂજા પાર્લરમાં બનાવ્યુ ફૂડ


ગાંધીનગર : માઈક હેન્કીએ 08 ઓગસ્ટ, 2022 ના રોજ યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ ખાતે કોન્સ્યુલ જનરલ તરીકે તેમની ફરજો સંભાળી હતી. તેમણે તાજેતરમાં અમ્માનમાં યુએસ એમ્બેસીમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી હતી.હાલ તે ગાંધીનગરના સેકટર-21માં આવેલા પૂજા પાર્લરમાં તેમણે કુકિંગ પર હાથ અજમાવ્યો હતો. તેમની સાથે ઇન્ડિયન સ્ટાફ પણ હાજાર રહ્યા હતા.તેમને આ દરમ્યાન દહીંવડા,ધુઘરા પણ બનાવ્યા હતા.આ મુલાકાત દરમ્યાન તેમને સ્ટાફ સાથે ફોટા પણ પડાવ્યા હતા.
મુંબઈમાં ફરજ પર મૂકાયા એ પહેલાં માઈક હેન્કીએ અમ્માનમાં અમેરિકી દૂતાવાસમાં ડેપ્યૂટી ચીફ દ મિશન તરીકે સેવા બજાવી હતી. એ પહેલાં તેઓ યેરુસલેમમાં યૂએસ એમ્બેસીમાં પેલેસ્ટિનિયન અફેર્સ યુનિટના વડા હતા.એમણે ભૂતકાળમાં સાઉદી અરેબિયા, ઈજિપ્ત, ઈરાક, યમન અને નાઈજિરીયામાં પણ રાજદૂત તરીકે સેવા બજાવી હતી. કોન્સલ જનરલ હેન્કી એમના પત્ની અને બે પુત્ર સાથે મુંબઈ આવ્યા છે.