ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર સિવિલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં 9 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ
- હોસ્ટેલનું ભોજન લેતાં 9 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની.
- તમામ વિદ્યાર્થિનીઓનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી.
બનાસકાંઠા, 02 ડિસેમ્બર: પાલનપુરમાં આવેલી પાલનપુર સિવિલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. હોસ્ટેલમાં રહેતી 9 વિદ્યાર્થિનીઓને હોસ્ટેલનું ભોજન લીધા પછી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને તબીબી સારવાર માટે ખસેડવામાં આવી છે.
અગાઉ ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા એક્સપ્રેસ ટ્રેનમાં મળતો ખોરાક ખાતાં ખાવાથી 50થી વધુ મુસાફરોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં રેલવે દ્વારા આપવામાં આવેલા ભોજનને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું. ત્યાર બાદ આ 40 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: તહેવારોમાં ફૂડ પોઈઝનિંગની સાથે ઓવર ઈટિંગથી પણ બચાવશે આ ટિપ્સ