ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

ટ્રેનમાં મળતું ભોજન જોખમી બની રહ્યું છેઃ ચેન્નઈ-પૂણે ટ્રેનમાં 50થી વધુને ફૂડ પોઈઝનિંગ

  • ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રેનમાં મળતો ખોરાક ખાતાં 50થી વધુ મુસાફરોને ફૂડ પોઈઝનિંગ
  • ટ્રેન પુણે પહોંચતાં જ રેલવે તંત્ર જાગ્યું, તમામની પ્રાથમિક તપાસ કરી, ત્યાર બાદ તમામને પુણેની સુસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

પુણે, 29 નવેમ્બર: મુસાફરો સામાન્ય રીતે રેલવે ફૂડ વિશે ફરિયાદ કરે છે. પરંતુ હવે રેલવે ફૂડ ખાવાથી ફૂડ પોઈઝનિંગનો કિસ્સો સામે આવ્યો છે. 1 કે 2 મુસાફરોને નહીં પરંતુ 50થી વધુ મુસાફરોને ફૂડ પોઈઝનિંગ થયું છે. ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં રેલવે દ્વારા આપવામાં આવેલા ભોજનને કારણે આ 40 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

ઉલટી અને ઝાડા ની ફરિયાદ

ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોએ ભોજન ખાધા બાદ જ આ તકલીફ ઉભી થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા મુસાફરોએ ખોરાક ખાધા પછી ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી. લોકોએ આરોપ લગાવ્યો કે ટ્રેનમાં આપવામાં આવેલા ખરાબ ભોજનને કારણે તબિયત બગડી હતી.

વહીવટી તંત્રએ તમામ મુસાફરોને સારવાર આપી

રેલવે પ્રશાસનને મુસાફરોની ખરાબ તબિયતની ફરિયાદ મળતાની સાથે જ રેલવે પ્રશાસને ચાર્જ સંભાળી લીધો હતો. રેલવેએ તરત જ પુણે રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જે બાદ તેમને પુણેની સુસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામ મુસાફરોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે હજુ સુધી રેલવે તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ બાબતે તપાસ ચાલુ છે.

સુપ્રિયા સુલેએ તપાસની માંગ કરી

NCP સુપ્રિયા સુલેએ ભારત ગૌરવ યાત્રા એક્સપ્રેસમાં બનેલી આ ઘટના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે ભારત ગૌરવ ટ્રેનમાં એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 50થી વધુ મુસાફરો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. જો મુસાફરોને આપેલો ખોરાક રેલવે દ્વારા આપવામાં આવતો હશે તો તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ. સુલેએ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને આ બાબતને અત્યંત ગંભીરતાથી જોવા અને મુસાફરોની સુખાકારીની સુરક્ષા માટે તાત્કાલિક નિરાકરણની ખાતરી કરવા અપીલ કરી છે.

 

આ પણ વાંચો: ફાર્માસ્યુટિકલ કંપનીઓ સરકારના રડાર પર, 68% દવાઓ નબળી ગુણવત્તાની

Back to top button