ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં હવે રાત્રિના સમયે સ્ટ્રીટ ફૂડ, રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ ચેકિંગ કરશે

Text To Speech
  • શહેરમાં રોજબરોજ ખાણીપીણીની વસ્તુઓમાં જીવત નિકળતા નિર્ણય લેવાયો
  • ફરિયાદ કરવામાં આવ્યા પછી AMC ફૂડ વિભાગ પગલાં લેતું નથી એવી ફરિયાદો ઊઠી
  • નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી

અમદાવાદમાં હવે રાત્રિના સમયે સ્ટ્રીટ ફૂડ, રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ ચેકિંગ કરશે. જેમાં ફુડ વિભાગની નિષ્ક્રિયતાને ધ્યાનમાં લઈ તાકીદ કરવામાં આવી છે. તેમજ મ્યુનિ. ફૂડ વિભાગને જાતે ચેકિંગ હાથ ધરવા સૂચના અપાઈ છે. શહેરમાં રોજબરોજ ખાણીપીણીની લારીઓ, સ્ટ્રીટ ફૂડ, ખુમચાવાળા, હોટલ-રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી વંદો, ઉંદર, ગરોળી, સહિત જીવાત નીકળવાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં લઈને AMC ફૂડ વિભાગને રાત્રિના સમયે ચેકિંગ કરવાની તાકીદ કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવાના વિવાદિત કોન્ટ્રાક્ટનો દબદબો યથાવત

નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી

શહેરમાં આવેલી હોટલો, રેસ્ટોરેન્ટ અના ખાણીપીણીના એકમોમાં સબસ્ટાન્ડર્ડ ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ આપીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમજ નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા પછી AMC ફૂડ વિભાગ પગલાં લેતું નથી એવી ફરિયાદો ઊઠી છે. જેને લઈ હોવાની અને મ્યુનિ. ફૂડ વિભાગ જાતે ચેકિંગ હાથ ધરવા સૂચના અપાઈ છે. બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારોમાં નર્મદાના પાણી પૂરું પાડવા પગલાં લેવા તેમજ શહેરમાં આવેલાં ગામતળ વિસ્તારોમાં જ્યાં સ્ટ્રીટ લાઈટો નથી અથવા ઓછી સ્ટ્રેટ લાઈટો છે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટ નાખવાની સૂચના આપવામાં આવી છે. તા.26 નવેમ્બરથી તા. 9 ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ બુક ફેસ્ટિવલ, 2024નું આયોજન કરાશે.

પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારોમાં નર્મદાના પાણીની પાઇપલાઇન નાખવાની અરજીઓનો જલ્દીથી નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં આવેલાં ગામતળ વિસ્તારોમાં જ્યાં સ્ટ્રીટ લાઈટો નથી અથવા ઓછી સ્ટ્રેટ લાઈટો છે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવી છે.

Back to top button