રાજકોટમાં ફરસાણ અને ઠંડા પીણાના વેપારીઓમાં ફફડાટ, ફૂડ શાખાએ દરોડા પાડ્યા
રાજકોટમાં ફરસાણ અને ઠંડા પીણાના ધંધાર્થીઓ પર ફૂડ શાખાએ દરોડા પાડ્યા છે. જેમાં સની પાજીદા ધાબા ખાતેથી ગ્રેવીના નમુના લેવાયા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કેનાલ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં આ દર્દિઓ માટે આધુનિક વેલનેશ સેન્ટર નિર્માણ થશે
ખાદ્ય-તેલ, મસાલા વગેરેના કુલ ૧૪ સેમ્પલની ચકાસણી કરી
ઉલ્લેખનીય છે કે ઠંડા-પીણાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય-તેલ, મસાલા વગેરેના કુલ ૧૪ સેમ્પલની ચકાસણી કરી હતી. તેમજ કુલ ૦૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જેમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના કેનાલ રોડ વિસ્તારમાં આવેલ (૧) શ્રી ચામુંડા ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨) જય સ્વામીનારાયણ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩) ભારત કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪) ગેલેક્સી પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
ભાનુભાઇ શરબતવાળાની ચકાસણી કરવામાં આવી
તેમજ (૦૫) રાજાવીર પ્રોવિઝન સ્ટોર (૦૬) શ્રધ્ધા ડેરી ફાર્મ એન્ડ નમકીન (૦૭) જય રામનાથ ડેરી ફાર્મ (૦૮) રામજીભાઇ એન્ડ સન્સ અનાનસવાળા (૦૯) અમૃત સ્વીટ માર્ટ એન્ડ ફરસાણ (૧૦) સીતારામ ડેરી ફાર્મ (૧૧) રધુવીર શીંગ સેન્ટર (૧૨) સોના શીંગ સેન્ટર (૧૩) યસ બોસ ફૂડ ઝોન (૧૪) જોકર ફરસાણ (૧૫) કંદોઇ હરિલાલ દેવજી એન્ડ સન્સ (૧૬) ભાનુભાઇ શરબતવાળાની ચકાસણી કરવામાં આવી હતી
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 2 નમૂના લેવામાં આવેલ :-
(૧) મન્ચુરીયન ડ્રાય (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ -સની પાજી દા ઢાબા, ક્રિષ્ના કુંજ, શેરી નં.૨૧, સરદારનગર, સર્વેશ્વરે ચોક, રાજકોટ.
(૨) પંજાબી ગ્રેવી (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ -સની પાજી દા ઢાબા, ક્રિષ્ના કુંજ, શેરી નં.૨૧, સરદારનગર, સર્વેશ્વરે ચોક, રાજકોટ.