ગુજરાત
પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં ખોરાક-ઔષધ નિયમનની ટીમના દરોડા, ત્રણ દુકાનમાં અનેક ઘીના ડબ્બા સીલ
પાટણઃ શહેરના ત્રણ દરવાજા ઘી બજારમાં ત્રણ જેટલી દુકાનમાંથી ખોરાક અને ઔષધ નિયમનની ટીમ દ્વારા ઘીના નમૂના લઈ માલને સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ વધુ દુકાનની તપાસ કરાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્યતેલમાં ભેળશેળ કરાતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમનની ટીમે ત્રણ દરવાજા ઘી બજારમાંથી ત્રણ જેટલી દુકાનોમાંથી ખાદ્યતેલના નમૂના લઈ માલને સીલ માર્યું હતું. ત્યારે અન્ય દુકાનોમાં પણ નમૂના લઇ તાપસ હાથ ધરાઈ છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
હાલ આ મામલે તમામ સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કોઈ સેમ્પલ ફેઇલ થશે તો આગળની કાર્યવાહી કરી તમામ માલને સીલ મારવામાં આવશે તેવું ખોરાક અને ઔષધ નિયમનની ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું.