ટ્રાવેલ

હનીમુન પર જતાં પહેલાં આટલી વાતોની રાખજો કાળજી, નહીંતર…

  • હનીમુનનુ એક્સાઇટમેન્ટ લોકોને લગ્ન પહેલેથી જ હોય છે
  • આ ટ્રિપને બેસ્ટ બનાવવા ફોલો કરો કેટલીક ટિપ્સ

લગ્ન બાદ કપલ્સ હનીમુનને લઇને ખુબ જ ઉત્સાહિત હોય છે. દરેક કપલ માટે હનીમુન તેમની લાઇફ ટાઇમ મેમરી હોય છે. ખાસ કરીને તમારા એરેન્જ મેરેજ હોય તો હનીમુન તમને તમારા પાર્ટનરને જાણવા-સમજવાનો મોકો આપે છે. હનીમુનનુ એક્સાઇટમેન્ટ લોકોમાં લગ્ન પહેલા જ દેખાવા લાગે છે. મોટાભાગના લોકો લગ્ન પહેલા જ તેનુ પ્લાનિંગ શરૂ કરી દે છે.

ઘણીવાર લોકો હનીમુનનુ પ્લાનિંગ કરતી વખતે એવી કેટલીક ભુલો કરી બેસે છે કે તેમની આખી ટ્રિપ બેકાર થઇ જાય છે. જો તમે ઇચ્છતા હો કે તમારુ હનીમુન ખરાબ ન થાય અને તમે તમારા પાર્ટનર સાથે મળીને સારી મેમરી રાખી શકો તો તેના માટે જરૂરી છે કે તમે એવી ભુલો કરવાથી બચો જે હનીમુન કપલ્સ જાણતા-અજાણતા કરી બેસે છે. હનીમુન પ્લાન કરતી વખતે કેટલીક ભુલો કરવાથી બચો.

લગ્ન બાદ તરત હનીમુન પર ન જાવ
લગ્ન બાજ તરત હનીમુનનો પ્લાન ન કરવો જોઇએ. તેની પાછળનું કારણ એ છે કે લગ્ન બાદ પણ થોડા દિવસો સુધી કોઇને કોઇ વિધિ કે રિવાજ હોય છે. જેના લીધે કપલ્સ થાકી જાય છે. તેથી જ્યારે બધીજ વિધિઓ કે રિવાજો પુરા થઇ જાય તેના બે-ત્રણ દિવસ સુધી આરામ કર્યા બાદ જ હનીમુન પર જાવ. જો તમે લગ્ન પછી તરત હનીમુન પર જશો તો તમે ખુબ જ થાકેલા હશો અને ટ્રિપ એન્જોય નહીં કરી શકો. આ સમયે તમને હનીમુન એક ટાસ્ક જેવુ લાગશે.

હનીમુન પર જતાં પહેલાં આટલી વાતોની રાખજો કાળજી, નહીંતર...hum dekhenge news

સીઝન જોયા વગર બુકિંગ ન કરો
હનીમુન પ્લાન કરતી વખતે જરૂરી છે કે તમે જે જગ્યા પર જવાના છો તેનુ વાતાવરણ ચેક કરી લો. ખાસ કરીને ઠંડીની સીઝનમાં પહાડ પર જવા લોકો ઉત્સુક રહેતા હોય છે. જો તમે પણ તેવુ પ્લાનિંગ કરી રહ્યા હોય તો ત્યાંનુ તાપમાન અને હવામાનની જાણકારી મેળવી લો. તેની યોગ્ય વ્યવસ્થા કરીને જ જાવ. ક્યારેક બરફ પડવાના કારણે રસ્તા બંધ હોય તેવુ પણ બની શકે છે. તેથી ચાર-પાંચ દિવસ પહેલાનુ હવામાન જરૂર ચેક કરો.

હેલ્થ ગાઇડલાઇન્સને ફોલો કરો
હનીમુન માટે કપલ્સને એવી જગ્યાએ જવાનો ક્રેઝ ખુબ જ હોય છે જ્યાં ખુબ જ બરફ હોય. ઘણી વાર બરફવર્ષા માટે તેઓ ઉંચાઇવાળી જગ્યાઓએ પણ ચાલ્યા જાય છે, જ્યાં ઓક્સીજન લેવલ ખુબ જ ઓછુ હોય. તેથી એવી જગ્યાઓ પર આવતા પહેલા હેલ્થ ચેકઅપ જરૂર કરાવો, જેથી તમારી તબિયત ન બગડે

હોટલમાં વધુ સમય ન વીતાવો
હનીમુન પર તમે તમારા પાર્ટનર સાથે સમય વીતાવો છો તે સારી વાત છે, પરંતુ એક વાતનુ ધ્યાન રાખો. તમે હનીમુન માટે ઘણા પૈસા ખર્ચ કર્યા છે, તેથી આખો સમય હોટલમાં જ ન રહો. આસપાસની જગ્યાઓ પણ એક્સપ્લોર કરો. ખુબ જ હરો ફરો અને એકબીજાને સમજવાની, જાણવાની કોશિશ કરો.

બજેટનું ધ્યાન રાખો
દરેક કરપલ પોતાના હનીમુનને બેસ્ટ બનાવવા ઇચ્છે છે, પરંતુ આ માટે તમે તમારી આખી સેવિંગ્સ ખર્ચી દો તે સમજદારી વાળુ કામ નથી. હનીમુન પ્લાન કરતી વખતે ઘણી વાર લોકો બજેટ તૈયાર કરતા નથી અને પછી તેમાં જરૂરિયાત કરતા વધુ ખર્ચ કરી બેસે છે. હનીમુન પર પણ લિમિટમાં ખર્ચ કરો. પહેલેથી બજેટ સેટ કરી લો. સાથે હોટલમાં હરવા-ફરવા, શોપિંગ કરવા અને અન્ય એક્ટિવિટીઝમાં થનારા ખર્ચનુ પણ લિસ્ટ બનાવી લો.

હનીમુન પર જતાં પહેલાં આટલી વાતોની રાખજો કાળજી, નહીંતર...hum dekhenge newsછેલ્લા સમયે પેકિંગ કરવુ
કેટલાક લોકોની આદત હોય છે કે ક્યાંક બહાર જતા પહેલા લાસ્ટ મિનિટ પર પેકિંગ કરે છે. ઉતાવળમાં પેકિંગ કરવાના ચક્કરમાં ઘણીવાર જરૂરી ચીજવસ્તુઓને ભુલી જાય છે. લેટ થવાના ડરથી પેનિક પણ થવા લાગે છે, પરંતુ હનીમુન કોઇ સામાન્ય ટ્રિપ નથી તે તમારી લાઇફટાઇમની મેમરી હોય છે, તેથી તેમાં ઉતાવળ ન કરો અને અગાઉથી પ્લાનિંગ કરો

આ પણ વાંચોઃ સોના ચાંદીની રાખડી,જ્વેલરી તો ઠીક હવે સુરતમાં બન્યું ગોલ્ડમાં સંસદ ભવન

Back to top button