દિવાળીના પર્વમાં દરેક જગ્યા પર અલગ અલગ ખાણી – પીણી અને સજાવટ જોવા મળે છે. પરંતુ આ બધામાં તમારા આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખવી યોગ્ય નથી. આ તહેવાર સમયે કેટલાક ઉપાય કરવાથી દ્વારા તમે દિવાળીમાં પણ ખોરાકને હેલ્ધી રાખી શકો છો.
તમે શું ખાઓ છો અને કેટલું ખાઈ રહ્યા છો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તહેવારોની સિઝનમાં પણ તમારા આહારને હેલ્ધી રાખી શકો છો.
મીઠાઈઓ ઘરે જ બનાવો
બજારમાં મળતી મીઠાઈઓને સ્વાદિષ્ટ તો છે પરતું તે આરોગ્ય માટે સારું નથી. તમે ઘરે જ સારી ગુણવતાની મીઠાઈઓ તૈયાર કરી શકો છો. તમને સોશિયલ મીડિયા પર મીઠાઈના ઘણા બધા વિકલ્પો અને વાનગીઓ બંને મળશે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે મીઠાઈ ખાવાની ઇચ્છા પણ પૂરી થઇ જશે.
નક્કર નાસ્તો પસંદ કરો
આજે બજારમાં ઘણા એવા નાસ્તાઓ મળશે, જે સ્વદમાં તો ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને બનાવવામાં જે વસ્તુઓ વપરાય છે તે બિનઆરોગ્યપ્રદ હોય છે. તમે એવા નાસ્તાઓ પસંદ કરી શકો કે જેમાં, ચરબી, ખાંડ અને મીઠું ઓછું હોય. તમે મખાના, ખાખરા, બદામ, સૂકો મેવો અને શેકેલા ચણા ખાઈ શકો છો.
આરોગ્ય વર્ધક વસ્તુઓ પસંદ કરો
આજે બજારમાં ખાંડ સરળતાથી મળી જાય છે, જે સસ્તામાં સારો સ્વાદ આપવાનું કામ કરે છે, પરંતુ એ પણ સાચું છે કે તે આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે. તમારે ખાંડને બદલે મધ અથવા ગોળ પસંદ કરી શકો છો, કારણ કે આ બંનેમાં નેચરલ શુગર તો હોય છે, પરંતુ તે શરીરને નુકસાન કરતું નથી.
જમવાનું ટાળશો નહીં
માત્ર તહેવારોની સિઝનમાં જ નહીં, સામાન્ય જીવનમાં પણ વ્યક્તિએ રોજનું બંને સમયનું ભોજન છોડવું જોઈએ નહીં. જો તમે એક ટાઇમનું ભોજન છોડી દો અને પછી વધારે માત્રામાં ખાશો તો વજન ઝડપથી વધી શકે છે. હેવી બ્રેકફાસ્ટ હંમેશા રૂટીનનો ભાગ બનાવો. ધ્યાનમાં રાખો કે તમારા નાસ્તામાં પ્રોટીનનું પ્રમાણ વધારે રહે. આ સિવાય દર બે-ત્રણ કલાક પછી પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાનું રાખો. યોગ્ય સમયાંતરે ખાવાથી તમારું વજન નહીં વધે.
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં આવી રીતે કરો તમારા ઘરની સજાવટ, મહેમાનો પણ ખુશ થઈ જશે