બર્ડ હિટના બનાવોના પગલે DGCAની ગાઈડલાઈન જાહેર
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પ્લેનમાં બર્ડ હિટના બનાવો બની રહ્યાં છે. 4 ઓગસ્ટના રોજ ચંદીગઢ જતી ગો ફર્સ્ટ ની ફ્લાઈટ, 19 જૂનના રોજ પટના એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ 185 મુસાફરોને લઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટના એન્જિનમાં બર્ડહિટને કારણે આગ લાગી હતી. ત્યારબાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બર્ડ હીટને કારણે એન્જિનમાં ખામી સર્જાઈ હતી.
દેશના એરપોર્ટ પર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ સાથે વિમાનો અથડાવાની ઘટનાની તપાસ કરવા માટે એવિયેશન રેગ્યુલેટર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા શનિવારે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. આ માર્ગદર્શિકામાં રેન્ડમ પેટર્ન પર નિયમિત પેટ્રોલિંગ અને વન્યજીવ ગતિવિધિ મળી આવે ત્યારે પાઇલોટ્સને સૂચિત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
બર્ડ હિટના બનાવો ના પગલે DGCA ની ગાઈડલાઈન જાહેર
રેગ્યુલેટરે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે તમામ એરપોર્ટ ઓપરેટરોને તેમના વાઇલ્ડલાઇફ રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એરપોર્ટની આસપાસ કોઈપણ વન્યજીવ પ્રવૃત્તિની પાઈલટને સૂચિત કરવાની પણ એક સમગ્ર પ્રક્રિયા એરપોર્ટ પાસે હોવી જોઈએ.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને દેશના તમામ એરપોર્ટને વન્યજીવો માટેના જોખમનું મૂલ્યાંકન કરવા અને એરક્રાફ્ટના જોખમના હિસાબે તેમને રેન્કિંગ આપવા જણાવ્યું છે. આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટ પર વન્યજીવોની હિલચાલ પર નજર રાખવા અને ડેટા રેકોર્ડ કરવાની પ્રક્રિયા પણ હોવી જોઈએ.