ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ૩ ટીમ ડિપ્લોય કરાઈ

Text To Speech

આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. તેમજ અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

રાજ્યમાં કુલ 102 જળાશય હાઇએલર્ટ ૫ર

આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70% છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26% છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇએલર્ટ ૫ર છે. તથા કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર છે.

વડોદરામાં 10 એમ કુલ-12 ટીમ રીઝર્વ રખાઈ

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 83,23,220 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન 81,55,220 હેક્ટર વાવેતર થયુ હતુ. તેમજ રાજ્યમાં હાલ NDRF ની ૩ ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-1, નવસારી-1, રાજકોટ-1 NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 10 એમ કુલ-12 ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ 11 પ્લાટુન રીઝર્વ છે. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

Back to top button