ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

PM મોદીની અપીલના પગલે નવા વડાપ્રધાન મોહમ્મદ યુનુસે હિન્દૂઓ માટે કરી મોટી જાહેરાત

Text To Speech

ઢાકા, 12 ઓગસ્ટ : શેખ હસીનાએ દેશ છોડ્યો તે પહેલા અને પછી હિન્દુઓ પર ઘણા હુમલા થયા હતા. તેમના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. દીકરીઓ અને બાળકો સાથે દુષ્કર્મના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. આ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત દેખાતા હતા. તેથી, ત્યાંની વચગાળાની સરકારે કાર્યભાર સંભાળતાની સાથે જ પીએમ મોદીએ શપથગ્રહણ પર અભિનંદન આપવાની સાથે પોતાની ચિંતા વ્યક્ત કરી. નવી સરકારને હિંદુઓની સુરક્ષા માટે અપીલ કરી હતી. હવે તેની અસર દેખાવા લાગી છે. વચગાળાની સરકારે મંદિરો તોડી પાડનારાઓ સામે પગલાં લેવાની ખાતરી આપી છે. હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

મંદિરોને નુકશાન કરનારાઓએ દંડ ભરવો પડશે

બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ પણ મંગળવારે હિન્દુ બંગાળી નેતાઓને મળવાના છે. સરકારે કહ્યું કે લઘુમતીઓના પૂજા સ્થાનોને અપવિત્ર કરનાર, મૂર્તિઓ તોડી, મંદિરોને આગ લગાડનાર અને લૂંટફાટ કરનારા તમામ બદમાશોને સખત સજા આપવામાં આવશે. વચગાળાની સરકારના ધાર્મિક સલાહકાર ખાલિદ હુસૈને કહ્યું કે હિંદુ મંદિરો પર હુમલો કરનારા ગુંડા છે. આ નુકસાનની તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. આ માટે દંડ ભરવો પડશે.

લઘુમતીઓ સાથે દરેક ક્ષણે ઉભા છીએ

આજે પ્રથમ આલો સાથે વાત કરતા હુસૈને કહ્યું કે, ધર્મ મંત્રાલય ભૂતકાળમાં પણ હિન્દુઓ અને લઘુમતીઓનું રક્ષણ કરતું આવ્યું છે. દરેક ક્ષણે તેમની સાથે ઉભો રહ્યો છે. ભવિષ્યમાં પણ અમે આવું જ કરીશું. સરકાર એ મંદિરોની યાદી બનાવી રહી છે જે તોડી પાડવામાં આવ્યા છે. જ્યાં લૂંટની ઘટના બની છે. આવા કેસોના ઉકેલ માટે ફાસ્ટ ટ્રેક કમિટીની રચના કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય એક-બે દિવસમાં આ મામલે કાર્યવાહી કરશે.

હિંદુઓ સતત વિરોધ કરી રહ્યા છે

સરકારના તમામ પ્રયાસો છતાં હિંદુઓનો વિશ્વાસ પાછો નથી આવી રહ્યો. તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ દરરોજ વિરોધ કરી રહ્યા છે. સોમવારે, મશિયાહાટી પ્રાદેશિક દુર્ગા પૂજા ઉત્સવ સમિતિએ હિન્દુ લઘુમતી સમુદાયો પરના હુમલાના વિરોધમાં જેસોરના અભયનગરમાં એક રેલી કાઢી હતી. દેશના અન્ય ભાગોમાંથી વિરોધના અહેવાલો આવ્યા હતા. તેમની માંગ છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

Back to top button