ટ્રેન્ડિંગધર્મયુટિલીટી

નેગેટિવ વિચારોને તમારા ઘરથી દુર રાખવા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ

Text To Speech

ઘર એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી જિંદગીનો મોટાભાગનો સમય પસાર કરીએ છીએ. અહીં લોકો પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે રહેવાનું પસંદ કરે છે. દરેક ઘર વ્યક્તિની મુળભુત જરૂરિયાતોમાંથી એક હોય છે. આપણા બધા માટે ઘર ખાસ જગ્યા હોય છે. લોકો હંમેશા પોતાના ઘર અને તેની આસપાસના ક્ષેત્રને નેગેટિવીટીથી દુર રાખવાનો પ્રયાસ કરતા હોય છે. આ માટે જાતજાતની ટ્રિક્સ અજમાવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રાચીન કાળથી ચાલી આવતી ભારતીય પરંપરા છે. તેની મદદથી આપણને દિશાઓનું જ્ઞાન થાય છે. ઘરમાંથી નેગેટિવ એનર્જી દુર કરીને પોઝિટીવિટીને જાળવી રાખવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરો.

નેગેટિવ વિચારોને તમારા ઘરથી દુર રાખવા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ hum dekhenge news

  • ઘરની અંદર કોઇ ખરાબ નજર કે નેગેટીવ એનર્જીને દુર કરવા માટે ઘરની અંદર નિયમિત રીતે લેમ્પ અને દીવા કરવા જોઇએ.
  • વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું રસોડુ દક્ષિણ-પુર્વ દિશામાં બનાવવુ જોઇએ. વિકલ્પ તરીકે તેને ઉત્તર-પશ્વિમ ખુણામાં રાખી શકો છો.
  • રસોડાની દક્ષિણ-પુર્વ દિશામાં ગેસનો ચુલો રાખવો જોઇએ.
  • ઘરની અંદર ખુશી જળવાઇ રહે તે માટે પરિવારના તમામ સભ્યોનુ આરોગ્ય સારુ રહે તે માટે ભુલમાંથી પણ કિચનમાં દવા ન રાખો.
  • બેડરૂમમાં મિરર ન રાખો. જો બેડરૂમમમાં મિરર હોય તો રાતે સુતી વખતે તેને પરદાથી ઢાંકી દો.
  • વૃક્ષો અને છોડ એનર્જીનો મોટો સ્ત્રોત હોય છે. વાસ્તુ અનુસાર ઘરમાં છોડ લગાવવાથી પોઝિટીવ એનર્જી આવે છે. તે ઘર તરફ આકર્ષિત થાય છે.
  • ભુલમાંથી પણ કેક્ટસ કે રબરનું ઝાડ ઘરમાં ન રાખો. તેનાથી ઘરની અંદર રહેલી સદભાવના અને સ્થિરતાના માર્ગમાં બાધા ઉત્પન્ન થશે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રિ પહેલા બે મોટા ગ્રહ એકસાથેઃ આ રાશિઓને થશે અસર

Back to top button