ધર્મલાઈફસ્ટાઈલ

નવા વર્ષમાં ઘરમાં ખુશીઓ લાવવા કરી લો વાસ્તુના આ નિયમોનું પાલન

નવુ વર્ષ શરુ થઇ ગયું છે ત્યારે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, વર્ષનો પહેલો દિવસ શુભ રહે જેથી તેનું આખું વર્ષ ખુશીઓથી ભરેલું રહે. આ સિવાય ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ હોવી જોઈએ. સાથે જ પરિવારના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય પણ યોગ્ય હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષને સારું બનાવવા માટે વાસ્તુના કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ. આ વાસ્તુ નિયમોથી તમને આખા વર્ષ દરમિયાન આર્થિક લાભ તો થશે. સાથે જ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે. તો ચાલો જાણીએ આવનારા વર્ષની સારી શરૂઆત માટે કેટલીક વાસ્તુ ટિપ્સ

ઘરનો મુખ્ય દરવાજો આ રીતે રાખો : વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો વ્યક્તિના જીવનની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. જો તમે નવું મકાન બનાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે મુખ્ય દરવાજાની સામે કોઈ વૃક્ષ, ઈલેક્ટ્રીક પોલ કે તળાવ ન હોવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજાને સાઈઝમાં થોડો મોટો કરવાનો પ્રયાસ કરો. આ સિવાય મુખ્ય દ્વાર પર કચરો ક્યારેય ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી.

મોર પીંછા ખરીદો : ઘરમાં મોરનું પીંછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મોર પીંછા ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત છે એવું માનવામાં આવે છે કે, તેને ઘરમાં લગાવવાથી ગરીબીનો નાશ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જીવનમાં આવતી સમસ્યાઓ પણ તેનાથી દૂર થઈ જાય છે.

લાફિંગ બુદ્ધા : વાસ્તુ અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવા વર્ષ નિમિત્તે ઘરમાં લાફિંગ બુદ્ધા અવશ્ય લાવો કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી ખુશીઓ આવે છે અને પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ પણ વધે છે. ઘરના ડ્રોઈંગમાં લાફિંગ બુદ્ધા રાખવા જોઈએ.

એક્વેરિયમ રાખવું શુભ : વાસ્તુ અનુસાર ઘરમાં એક્વેરિયમ રાખવાથી શુભફળ મળે છે. આ સિવાય તે તમને અને તમારા પરિવારને ખરાબ નજરથી પણ બચાવે છે. જો તમારા ઘરમાં એક્વેરિયમ નથી, તો તેને નવા વર્ષ પર લાવો અને તેને ઘરની ઉત્તર દિશામાં રાખો. એવું માનવામાં આવે છે કે આ દિશા ધનના દેવતા કુબેરની દિશા છે.

કાચબો સુખ અને શાંતિ લાવે : વાસ્તુ અનુસાર કાચબાને સુખ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં રોજેરોજ ઝઘડા થાય છે તો નવા વર્ષ પર કાચબા ખરીદો. એવું માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં કલેશ અટકે છે અને સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

Back to top button