ટીનેજર્સ સાથે ડીલ કરવા અપનાવો સુધા મૂર્તિની આ ટિપ્સ
- ટીનેજર બાળકો સાથે ડીલ કરવી કોઈ સરળ કામ નથી. તેમનો ઉછેર કરતી વખતે થોડી બેદરકારી તેમના ભવિષ્યને અંધકારમાં મુકી શકે છે.
દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેનું બાળક જીવનની દરેક મુશ્કેલીનો આત્મવિશ્વાસ અને સાહસપૂર્વક સામનો કરે. વાત જ્યારે ટીનેજર્સની હોય છે, ત્યારે પેરેન્ટ્સની અપેક્ષા બાળકો સાથે થોડી વધી જાય છએ. ટીનેજર્સ સાથે ડીલ કરવી કોઈ સરળ કામ નથી. તેમનો ઉછેર કરતી વખતે થોડી બેદરકારી તેમના ભવિષ્યને અંધકારમાં મુકી શકે છે. આવા સંજોગોમાં તમારા બાળકનો આત્મવિશ્વાસ જગાવવા અને જીવનની દરેક તકલીફોનો સામનો કરવા પેરેન્ટ્સ સુધા મૂર્તિની આ ટિપ્સ અપનાવે.
બાળકોને આપો તેમની સ્પેસ
જો તમે ઈચ્છો છો કે તમારા ટીનેજર દિકરા કે દીકરીમાં આત્મવિશ્વાસની કમી ન રહે, તો તેમને પર્સનલ સ્પેસ જરૂર આપો. પેરેન્ટ્સ બાળકોને તેમની ગમતી રમત પસંદ કરવાની આઝાદી જરૂર આપે. સુધા મૂર્તિ આ વાત પર ભાર આપે છે કે માતા-પિતાએ ક્યારેય બાળકો પર પોતાના વિચારો થોપવા ન જોઈએ. બાળકોને નેચરલી વિકસવા દેવા જોઈએ.
આદર્શ બનો
સુધા મૂર્તિ અનુસાર પેરેન્ટ્સની જવાબદારી બાળક સામે માત્ર સારા ઉદાહરણ સ્થાપિત કરવાની હોતી નથી. આ માટે માતા-પિતાએ પોતાના કિશોર બાળકો સામે હંમેશા એક રોલ મોડલની જેમ કામ કરવું જોઈએ. જો તમે તમારા બાળકમાં કોઈ ખાસ ગુણ વિકસાવવા ઈચ્છો છો તો તમે પણ તેમની સામે એવો જ વ્યવહાર કરો
સાદગીનું મહત્ત્વ સમજાવો
આજકાલના ટીનેજર બહારની ચકાચોંધ જોઈને સાદગીપૂર્ણ જીવનથી દુર થવા લાગે છે, આવા સંજોગોમાં માતા-પિતાએ પોતાના બાળકોને સાદગી અને વિનમ્રતાનું મુલ્ય શીખવવું જોઈએ. પોતાના ટીનેજર બાળકોને જીવનની નાની નાની ખુશીઓ અને પરિવાર તેમજ મિત્રો સાથે પ્રકૃતિનો આનંદ લેવા માટે પ્રોત્સાહિત કરો. આમ કરવાથી બાળકોમાં સંતોષની સાથે કૃતજ્ઞતાનો ગુણ પણ વિકસશે.
બાળકોને સાંભળવાનો સમય કાઢો
આજકાલ મોટાભાગના બાળકો ખોટા રસ્તે એટલે જાય છે કેમકે તેમના પેરેન્ટ્સ પાસે તેમની સાથે વાત કરવાનો સમય હોતો નથી. આવા સંજોગોમાં જો તમે ઈચ્છો છો કે તમારું બાળક કોઈ ખોટી સલાહનો શિકાર ન બને તો ઈમાનદારીથી તેની વાતો અને સમસ્યાઓને સાંભળીને તેનું સમાધઆન કરો. સુધા મૂર્તિ એ વાત પર ભાર આપે છે કે માતા પિતા પોતાના બાળકોને મિત્ર બનાવીને રાખે. જેથી બાળકો કોઈ પણ પરેશાની અને ખુશી પેરેન્ટ્સ સાથે વ્યક્ત કરી શકે.
આ પણ વાંચોઃ રશ્મિકા સાથે સગાઈના સમાચાર પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, ફેબ્રુઆરીમાં લગ્ન વિશે કહ્યું હતું આ