પાડોશીઓ સાથેના સંબંધોને બહેતર બનાવવા ફોલો કરો જરૂરી ટિપ્સ
- પાડોશીઓ સાથે સારા સંબંધો રાખવા હોય છે જરૂરી
- ‘પહેલો સગો પાડોશી’ એ કહેવાત વ્યાજબી છે
- પાડોશીના સ્વભાવનું રિસ્પેક્ટ કરવુ પણ આપણી ફરજ
મિત્રો અને નજીકના લોકો સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે લોકો કોઇ પણ પ્રકારની કસર રાખવા ઇચ્છતા નથી. પાડોશીઓ સાથેના સંબંધો નિભાવવા આવશ્યક છે કેમકે સામાન્ય રીતે જરુરિયાતના સમયે આપણે પહેલી મદદ આપણા પાડોશીઓની જ માંગતા હોઇએ છીએ. આજના સમયમાં કોઇ પણ વ્યક્તિ પોતાના પાડોશીઓ સાથેના સંબંધોને સારા બનાવીને રાખવા ઇચ્છે છે, પરંતુ વ્યસ્ત સમયમાં આસપાસ રહેતા લોકો તરફ ધ્યાન આપી શકાતુ નથી. તમારે કેટલીક ટિપ્સ ફોલો કરીને પાડોશીઓ સાથેના સંબંધો મજબૂત બનાવવા જોઇએ.
એક બીજાનું સન્માન કરો
તમારા પાડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે એક મર્યાદા નક્કી કરવી ખૂબ જરૂરી છે. પાડોશીઓ સાથે વાતચીત કરતી વખતે ધ્યાન રાખો કે તમારી વાતોથી તેમના આત્મસન્માનને ઠેસ ન પહોંચે.
અવાજથી ડિસ્ટર્બ ન કરો
અડધી રાતે મોટા અવાજે મ્યુઝિક વગાડીને જાગવુ પાડોશીઓને પસંદ પડતુ નથી અને એમ પણ આપણો આનંદ બીજાના આનંદમાં ખલેલ પહોંચાડનારો ન હોવો જોઇએ. મોટા અવાજે વાગતુ મ્યુઝિક ઉંઘની પેટર્નમાં ખલેલ પાડે છે. તે વૃદ્ધો, બાળકો અને પાળતુ જાનવરો માટે પણ ચિંતાનું કારણ બની શકે છે. એ વાતનું ધ્યાન રાખો કે તમે જે મ્યુઝિક વગાડી રહ્યા છો તેનો અવાજ પાડોશીઓના કાન સુધી ન પહોંચે.
પાડોશીઓ સાથે વાતચીત કરો
જો તમે પાડોશીઓ સાથે સારા સંબંધો રાખવા ઇચ્છો છો તો તેમની સાથે ફ્રેન્ડલી રહેવાની કોશિશ કરો. એ વાતનું પણ ધ્યાન રાખો કે તેમની સાથે જબરજસ્તી દોસ્તી કરવાની કોશિશ ન કરો. આમ કરીને તમે સંબંધો સુધારવાના બદલે બગાડી શકો છો. દરેક વ્યક્તિનો સ્વભાવ એક જેવો હોતો નથી. કેટલાક લોકોને પ્રાઇવસી પસંદ હોય છે, તેમની ભાવનાઓની કદર કરો.
ગેટ ટુ ગેધર કરો
પાડોશીઓને સારી રીતે જાણવા અને સમજવા માટે તેમની સાથે સમય વિતાવો કેમકે પાડોશીઓ સાથે સમય વિતાવવાથી તમે તેમના નજીકના લોકોની યાદીમાં સામેલ થઇ શકો છો. આ સંબંધ સુધારવાની એક સારી રીત છે. તમે તમારા ઘરમાં કોઇ પ્રકારની પાર્ટી રાખી શકો છો. પછી તે કિટી પાર્ટી કે બર્થડે પાર્ટી હોઇ શકે છે. તમને આ રીતે તમારા પાડોશીઓને બહેતર રીતે જાણવાનો મોકો મળશે.
આ પણ વાંચોઃ પંકજ ત્રિપાઠી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, અભિનેતા તરત જ ગોપાલગંજ જવા રવાના