સંબંધોમાં પ્રેમ વધારવા ઇચ્છતા હો તો આ સરળ ટિપ્સને કરો ફોલો
- સંબંધોમાં અંતર વધી ગયુ હોય તો આ રીતે ઘટાડો
- પાર્ટનરને ખુશ રાખવા નાની બાબતોનું ધ્યાન રાખો
- સંબંધો સાચવવા બંને વ્યક્તિની જવાબદારી છે
જ્યારે તમે કોઇ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હો તો તમે તમારા પાર્ટનરને ખુશ કરવાની કોશિશ કરો છો. સંબંધોમાં પ્રેમ ટકેલો રહે તે માટે બંને તરફથી પ્રયત્નો કરવા પડે છે. જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા ઇચ્છતા હો તો તમે તમારી કેટલીક આદતોને સુધારીને કે તમારા પાર્ટનરની કેટલીક આદતોને અપનાવીને તેને ખુશ રાખી શકો છો. કોઇ પણ વ્યક્તિ પોતાના સંબંધોમાં પ્રેમની કમી થવા દેવા ઇચ્છતી નથી. જોકે એ વાત પણ સાચી છે કે સંબંધો નિભાવવા કોઇ એક વ્યક્તિની જવાબદારી નથી. આ માટે બંને વ્યક્તિએ સમાન ભૂમિકા ભજવવી પડે છે. કોઇ પણ રિલેશનમાં પ્રેમની સાથે રિસ્પેક્ટ પણ હોવુ જોઇએ. જો તમે તમારા પાર્ટનરનો સાથ જીવનભર ઇચ્છો છો તો તમારે કેટલાક મહત્ત્વના ફેરફાર પણ કરવા જોઇએ.
પાર્ટનરની વાતોને સમજવાની કોશિશ કરો
કેટલીક વખત ગુસ્સામાં લોકો પાર્ટનરથી નારાજ થઇને બેસી જાય છે. ઘણા લોકો પાર્ટનરને નજરઅંદાજ કરે છે અને નાની નાની વાતો પર ઝઘડો કરવા લાગે છે. તમારે એ વાત સમજવી પડશે કે કોઇ પણ સમસ્યાનો ઉકેલ ઝઘડાથી નહીં, પરંતુ સાથે બેસીને વાતચીતથી આવી શકે છે. એક મજબૂત સંબંધ માટે અરસપરસ સમજદારી હોવી ખૂબ જરૂરી છે. તમારે પાર્ટનરને તેની વાત રજુ કરવાનો મોકો આપવો જોઇએ.
પાર્ટનરને ટાઇમ આપવો જરૂરી
આજકાલ દરેક વ્યક્તિ પોતાના કામમાં બિઝી હોય છે. દરેક વ્યક્તિનું શિડ્યુઅલ તણાવથી ભરેલુ હોય છે. આ કારણે તમે તમારા પાર્ટનરથી દુર થવા લાગો છો. આવા સંજોગોમાં તમે પર્સનલ કે અન્ય કારણોથી તમારા પાર્ટનરને નજરઅંદાજ કરવા લાગો છો. તમારે એ સમજવુ પડશે કે તમે આ રીતે તમારા સંબંધોને ખતમ થવાની કગાર પર લાવી રહ્યા છો. જો તમે તમારા પાર્ટનરનો સાથ જીવનભર માટે ઇચ્છતા હો તો તેને મહત્ત્વ આપો અને તેને સમય આપો.
પાર્ટનર પર હુકમ ન ચલાવો
કેટલાક લોકોને સંબંધોમાં મોટા બનવુ ખૂબ ગમે છે. આવા લોકોને લાગે છે કે તે જે નિર્ણય લેશે તેજ સાચો હશે. આ પ્રકારના લોકો ખૂબ કન્ટ્રોલિંગ સ્વભાવના હોય છે. આવા લોકો હંમેશા પોતાના પાર્ટનર પર પોતાના નિર્ણયો થોપતા રહે છે. જો તેમની વાત ન માનવામાં આવે તો તે પાર્ટનર સાથે ખરાબ વ્યવહાર કરે છે. આવો વ્યવહાર તમારા સંબંધોને અંદરથી ખોખલો કરી દે છે.
આ પણ વાંચોઃ વરસાદમાં જો જો આ ભુલ ન કરતા…