ટ્રેન્ડિંગધર્મ

નવું ઘર બનાવતી વખતે આ નિયમોનું કરો પાલનઃ સુખ-સમૃદ્ધિ આવશે દ્વાર

Text To Speech
  • નવું ઘર બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય દિશા અને રીતનું ધ્યાન રાખવામાં આવશે તો તમારા જીવનમાં સુખ-સમૃધ્ધિ જળવાયેલી રહેશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર બનાવવાથી લઇને ઘરમાં વસ્તુઓ રાખવાના અનેક નિયમો બનાવાયા છે. નવું ઘર બનાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો યોગ્ય દિશા અને રીત હોય તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન ન કરવાથી નેગેટિવ એનર્જી અને વાસ્તુ દોષ લાગવાની શક્યતાઓ હોય છે. તેથી વાસ્તુના કેટલાક નિયમોનું નવું ઘર બનાવતી વખતે પાલન કરવું જરૂરી છે.

બિલ્ડિંગની ચારે બાજુ જગ્યા છોડી દેવી જોઇએ. તે ખૂબ શુભ માનવામાં આવે છે. મકાનની ઉંચાઇનો નિયમ એ પ્રકારે છે કે ઉપરવાળા માળની ઉંચાઇ નીચે વાળા કરતા ઓછી થતી જાય છે. બાલકની ઉત્તર-પૂર્વ દિશા તરફ હોય તે શુભ માનવામાં આવે છે. દક્ષિણ અને પશ્વિમ તરફ ન બનાવવી જોઇએ. મુખ્ય દ્વાર અન્ય તમામ દ્વારથી મોટું હોવું જોઇએ.

નવું ઘર બનાવતી વખતે આ નિયમોનું કરો પાલનઃ સુખ-સમૃદ્ધિ આવશે દ્વાર

દિશાનું રાખો ખાસ ધ્યાન

ઘર બનાવતી વખતે ઉત્તર દિશામાં જળ સાથે જોડાયેલી વસ્તુઓ બનાવવી જોઇએ. ઉત્તર-પૂર્વ દિશાને ઇશાન કોણ પણ કહેવાય છે. આ દિશામાં સ્વિમિંગ પુલ બનાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાને મોટાભાગે ખુલ્લી રાખવી જોઇએ. કોઇ પણ ભારે સામાન આ દિશામાં ન રાખવો જોઇએ. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં બારી કે ગેટ ન બનાવવો જોઇએ. તેનાથી નેગેટિવ એનર્જી વધી શકે છે.

આ પણ વાંચોઃ માત્ર 8મા ધોરણ સુધી જ ભણ્યા, પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે ‘મેન્ગ્રોવ મેન’

Back to top button