લાઈફસ્ટાઈલહેલ્થ

નાના બાળકોને મચ્છર કરડે તો અપનાવો આ 10 ઘરેલું ઉપચાર

Text To Speech

આ દિવસોમાં ઘરની અંદર અને બહાર બધે જ મચ્છર હોય છે. મચ્છરના ડંખ પીડાદાયક અને ખંજવાળ આવે તેવા થઈ શકે છે, તેને કારણે તમારું બાળક પરેશાન થઈને રડ્યા કરે છે. વાસ્તવમાં મચ્છરના કરડવાથી બચવા માટે કોઈ ચોક્કસ ઉપાય નથી, પરંતુ તમે બાળકો માટે તેની સારવારના નુસખા અપનાવી શકો છો. બાળકની ત્વચા સંવેદનશીલ હોય છે તેથી જ હર્બલ ઉપચાર કરવું હિતાવહ છે.

ખાવાનો સોડા : ખાવાનો સોડા પીએચ સ્તરને ફરી સ્થાપિત કરે છે અને માત્ર એક ચમચી ખાવાનો સોડા 1 કપ પાણીમાં ઓગાળીને લાગાવવાથી તરત જ ખંજવાળ ઓછી થઈ જશે! તેને ચોખ્ખા કપડા વડે ડંખ પર લગાવો અને તેને ધોતા પહેલા 10 મિનિટ સુધી રહેવા દો. જો તમારા બાળકની ત્વચા પર ખંજવાળ શરૂ થાય તો તેનો ઉપયોગ બંધ કરો.

લીંબુ : લીંબુ એનેસ્થેટિક અને બળતરા વિરોધી ફાયદા આપે છે. એક લીંબુના બે ટુકડા કરો અને તેને ડંખની આસપાસમાં હળવા હાથે ઘસો. બીજો વિકલ્પ ત્વચા પર તાજા સ્ક્વિઝ્ડ લીંબુના રસના થોડા ટીપાં નાખવાનો છે.

એપલ સીડર વિનેગર : બાથટબમાં બેથી ત્રણ કપ એપલ સીડર વિનેગર ઉમેરીને કરવામાં આવેલ સ્નાન તમારા બાળકના શરીર પર મચ્છરો કરડ્યાના ડાઘ પર જાદુઈ કામ કરે છે. અજમાવી જુઓ. તે ત્વચામાં શુષ્કતા લાવી શકે છે, તેથી જો તમે તમારા બાળકની ત્વચા સામાન્ય કરતાં વધુ સૂકી જણાય છે તો તેને બંધ કરો.

એલોવેરા : એલોવેરા ખંજવાળ, સોજો, દુખાવાની સારવાર માટે જાણીતું છે અને તેમાં કુદરતી એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, જે તેને બાળકો પર મચ્છરના ડંખની સારવાર માટે સારો ઘરેલું ઉપાય બનાવે છે. તેને લગભગ દસથી પંદર મિનિટ માટે ફ્રીજમાં રાખો અને પછી કરડેલા સ્થાને હળવા હાથે ઘસો.

ટૂથપેસ્ટ : ટૂથપેસ્ટ જે ફ્લોરાઈડ અને સોડિયમ લૌરીલ સલ્ફેટથી મુક્ત હોય છે, તેનો ઉપયોગ બાળકોમાં મચ્છરના કરડવાની સારવાર માટે થઈ શકે છે. થોડા સમયની અંદર ખંજવાળ અને પીડાદાયક સોજો દૂર કરવા માટે મચ્છર કરડેલા સ્થાને ચોપડો. જો કે, ટૂથપેસ્ટમાં ફ્લોરાઈડ હોવાથી આનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.

ટી બેગ્સ : જો તમને નવા ઉપચારો કરવામાં વાંધો ન હોય, તો ટીબેગ્સ મોસ્કીટો બાઈટ પર ઉપયોગી છે. ટીબેગ્સમાં ટેનીન હોય છે જે એસ્ટ્રિજન્ટ એજન્ટ તરીકે ઓળખાય છે-તે કરડેલ જગાએથી ઝડપથી પ્રવાહી કાઢીને મચ્છર કરડવાની સારવાર કરે છે.

આઇસ ક્યુબ્સ : આઇસ ક્યુબ્સ પીડાને અટકાવે છે અને મચ્છર દ્વારા કરડેલા વિસ્તારોમાં સોજો ઘટાડે છે. ફક્ત થોડા બરફના ટુકડા લો અને તેને સ્વચ્છ કપડામાં લપેટી લો. તેમને કરડેલા સ્થાનો પર મૂકો અને અસરકારક સારવાર માટે લગભગ 15 મિનિટ સુધી હળવા હાથે દબાવો.

મધ : કુદરતી સારવાર માટે મધને તમારા બાળકની ડંખ થયેલ વિસ્તારની ત્વચા પર પાતળા પડ રૂપે લગાવો. મધ બળતરાને દૂર કરવા અને મચ્છરના કરડવાથી પ્રભાવિત ત્વચાને ટાઢક આપવા ઉપયોગી છે.

લસણ : લસણનો ઉપયોગ વર્ષોથી સોજો અને બળતરાની સારવાર માટે પ્રાચીન ઉપાય તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ મચ્છરના કરડવાની સારવાર માટે પણ થાય છે. ત્વચાના ડંખ થયેલા વિસ્તારો પર લસણને ઘસવું. થોડીવાર રાહ જુઓ અને પછી ત્વચાને પાણીથી ધોઈ લો.

દરિયાઈ મીઠું : દરિયાઈ મીઠામાં ભરપૂર બળતરા વિરોધી અને જંતુનાશક ગુણધર્મો હોય છે, જે તેને બાળક માટે મચ્છર કરડવા પર અજમાવાનો એક સરળ પણ અદભૂત ઉપાય છે. રસોડામાંથી થોડુંક મીઠું લો, તેમાં ગરમ પાણી મિક્સ કરો અને સોજો અને બળતરા ઘટાડવા માટે કરડેલી જગ્યાઓને સાફ કરો. આંખો અને સંવેદનશીલ વિસ્તારોથી દૂર રાખી સાચવીને વાપરો.

બાળકોમાં મચ્છર કરડવાની સારવાર માટે આ કેટલાક સરળ પણ અસરકારક ઉપચાર છે. તેમને અજમાવી જુઓ અને તમે તરત જ ફર્ક જોઈ શકશો. તેમ છતાં, જો તમારા બાળકને તાવના ચિહ્નો દેખાય અથવા કરડ્યા પછી ફોલ્લીઓ હોય, તો ડોક્ટરની સલાહ લેવી.

Back to top button