ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદમાં હેલ્ધી રહેવા માટે ફોલો કરો જરૂરી ટિપ્સ

  • આ સીઝનમાં જો આરોગ્ય પ્રત્યે સહેજ પણ બેદરકારી રાખી તો સમજો બીમાર પડ્યા
  • વરસાદની સીઝનમાં સૌથી વધુ ઇન્ફેક્શન બહારનું જમવાથી થાય છે
  • આ સીઝનમાં પાણી હંમેશા ઉકાળીને જ પીવુ જોઇએ

સમગ્ર દેશમાં મેઘરાજા મહેરબાન થયા છે, જોકે ક્યાંક આફત સ્વરૂપે પણ વરસ્યા છે. ક્યાંક ગરમીથી રાહત મળી છે તો ક્યાંક તે પોતાની સાથે ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ પણ લાવ્યુ છે. આ સીઝનમાં જો આરોગ્ય પ્રત્યે સહેજ પણ બેદરકારી રાખી તો સમજો બીમાર પડ્યા. વરસાદની સીઝનમાં સૌથી વધુ ઇન્ફેક્શન બહારનું જમવાથી થાય છે. જો તમારે સ્વસ્થ રહેવુ હશે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જ પડશે.

મોનસુનમાં હંમેશા કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે

વરસાદમાં હેલ્ધી રહેવા માટે ફોલો કરો જરૂરી ટિપ્સ hum dekhenge news

પાણી ઉકાળીને જ પીવો

જો આરોગ્ય નિષ્ણાતોની વાત માનવામાં આવે તો આ સીઝનમાં પાણી હંમેશા ઉકાળીને જ પીવુ જોઇએ. આમ કરવાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા અને રોગાણુ નષ્ટ થઇ જાય છે. આ ઉપરાં રોજ સવારે હુંફાળા પાણીમાં લીંબુ નાંખીને પીવાથી શરીરમાંથી હાનિકારક વિષાણુ બહાર નીકળી જાય છે.

મીઠું ઓછુ ખાવુ

ચોમાસાની સીઝનમાં આપણે જમવામાં મીઠુ સ્વાદ અનુસાર અથવા ઓછુ જ ખાવુ જોઇએ. શરીરમાં મીઠું સોડિયમની માત્રા વધારવાનું કામ કરે છે. જે આગળ જતા હાઇ બ્લડ પ્રેશરનું કારણ બને છે. હાઇપર ટેન્શન, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને ડાયાબિટીસના લોકોએ મીઠુ ઓછુ ખાવુ જોઇએ.

સીઝનલ ફળોનું સેવન કરો

આ સીઝનમાં સીઝનલ ફળોનું સેવન કરવુ જોઇએ. વરસાદની સીઝનમાં જાંબુ, પપૈયુ, બોર, સફરજન, દાડમ, નાસપતિ જેવા ફળો ખાવા જોઇએ. આ ફળોમાંથી મળતુ ન્યુટ્રિશન શરીરને ઇન્ફેક્શન, એલર્જી અને સામાન્ય રોગોથી દુર રાખે છે.

ભરપુર ઉંઘ લો

મોનસુનમાં આપણે ઇમ્યુનિટીને બુસ્ટ કરે તેવા ફુડ ખાવા જોઇએ. તેમાં તમે ડ્રાયફ્રુટ્સ, વેજિટેબલ સુપ, બીટ અને ટોફુ જેવી વસ્તુઓ ખાઇ શકો છો. આ ઉપરાંત રોજ સાતથી આઠ કલાકની ઉંઘ લેવી જોઇએ.

વરસાદમાં હેલ્ધી રહેવા માટે ફોલો કરો જરૂરી ટિપ્સ hum dekhenge news

સ્ટ્રીટ ફુડના સેવનથી બચો

વરસાદની સીઝનમાં સ્ટ્રીટ ફુડ ખાવાનું ખૂબ મન થાય છે, પરંતુ જો તમને તમારી હેલ્થ વહાલી હોય તો બહારના ખાવાથી બચો. સ્ટ્રીટ ફુડ બનાવતી વખતે હાઇજિનનું ધ્યાન રાખો. ઘણી વખત બહાર રાખેલુ, તીખુ કે તળેલુ ખાવાથી સમસ્યા થઇ શકે છે.

કાચુ ખાવાથી બચો

વરસાદમાં તમારે કાચુ ખાવાથી બચવુ જોઇએ. આ સીઝનમાં મેટાબોલિઝમ ધીમુ કામ કરે છે, તેથી જમવાનું જલ્દી પચતુ નથી. આવા સમયે તમે બહારનું જ્યુસ અને સલાડ ખાવાથી બચો. કાપીને રાખેલા ફળ પણ ન ખાતા.

આ પણ વાંચોઃ “કાશ્મીરને આપી દો ભારતને, આપણે તેને લાયક નથી” પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો વાયરલ

Back to top button