મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે ચાર્જશીટ ફાઇલ થયા બાદ દેવાયત ખવડ જામીન અરજી કરી શકશે.
હાઇકોર્ટે જામીન અરજી ફગાવી
દેવાયત ખવડ અને તેના સાથીઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતું કોર્ટે તેમની જામીન અરજી નામંજુર કરતાં તેને ઉત્તરાયણ પણ જેલમાં જ પસાર કરવી પડી હતી. ત્યાર બાદ તેને હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી પંરંતુ હાઇકોર્ટે પણ દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી છે. જેથી હવે તેને વધુ દિવસ જેલમાં જ પસાર કરવા પડશે.
દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો
લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેતા હવે તેને વધુ દિવસ જેલમાં રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. જેથી દેવાયત ખવડને બચવાનો કોઈ રસ્તો ન દેખાતા આખરે પોલીસના હવાલે થઈ ગયો હતો. અને રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતી હતી પરંતુ તેમને જાણીન હજુ સુધી સુધી મંજૂર થઈ શક્યા નથી. જેથી છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડને હજુ પણ વધારે દિવસ જેલમાં પસાર કરવા પડશે. અને ચાર્જશીટ થયા બાદ આરોપી ફરી જામીન માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો : Byju’sએ કર્મચારીઓને ફરી આપ્યો ઝટકો, 1,000 કર્મચારીઓની હકાલપટ્ટી