કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

લોક સાહિત્યકાર દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી ફગાવાઈ

Text To Speech

રાજકોટ ખાતે મારામારીના ગુનામાં જેલ હવાલે રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરેલી વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તેમણે 25 દિવસના વચગાળાના જામીન આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે. જેને કારણે તેમણે હવે જેલમાં જ રહેવું પડશે.

Devayat Khavad Rajkot Humlo
Devayat Khavad Rajkot Humlo

શા માટે કરી હતી અરજી ?

દેવાયત ખવડે મારામારીના ગુનામાં જેલ હવાલે રહ્યા પછી તેમણે આવતા દિવસોમાં આવતી શિવરાત્રી અને હાલમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં સ્ટેજ કાર્યક્રમ હોવાથી જામીન આપવા અરજી કરી હતી. જો કે કોર્ટે પોલીસનો અભિપ્રાય લઈ અને હુકમ કરવા જણાવ્યા બાદ આ અરજી ફગાવી દીધી હતી. આ ઉપરાંત દેવાયત ખવડે રેગ્યુલર જામીન અરજી પણ કરી હતી. જેની સૂનવણી સોમવારે હાથ ધરાશે.

શું છે દેવાયત ખવડ ઉપરનો ગુનો ?

મળતી માહિતી મુજબ, રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. બાદમાં દેવાયત ખવડે વચગાળાની જામીન અરજી કરી હતી. જેની આજે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે.

Back to top button