રાજકોટમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડે યુવક ઉપર હુમલો કરી પગ ભાંગી નાંખ્યા


સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આજે રાજકોટમાં તેણે અન્ય એક શખસ સાથે મળી યુવકને આંતરી તેને પાઈપના ઘા ઝીંકી તેના પગ ભાંગી નાંખ્યા હતા. આ ઘટનાને પગલે શહેરમાં ખવડ વિશે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. બનાવના પગલે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધોળે દિવસે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા
મળતી માહિતી મુજબ, શહેરના સર્વેશ્વર ચોકમાં આજે બપોરે એક યુવક ચાલીને જતો હતો તે દરમિયાન એક સફેદ કાર તેની પાસે આવીને ઉભી રહે છે આ જ સમયે તેમાંથી દેવાયત ખવડ અને તેની સાથે ચાલક પાઇપ લઈને ઉતરે છે. યુવક કઈ સમજે તે પહેલાં જ તેના ઉપર બંને તૂટી પડે છે અને આડેધડ ત્રીસેક જેટલા ઘા ઝીંકી ત્યાંથી ભાગી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે અને તેનો વીડિયો વાયરલ થાય છે.
રાજકોટમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડે યુવક ઉપર હુમલો કરી પગ ભાંગી નાંખ્યા
ધોળે દિવસે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
ભોગ બનનાર કન્સ્ટ્રક્શનનો વ્યવસાયી, જૂની અદાવતમાં હુમલો કરાયો#Rajkot #NewsUpdate #CCTV #DevayatKhawde #construction #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/yUXFI7MKRv— Hum Dekhenge News (@humdekhengenews) December 7, 2022
ભોગ બનનાર કન્સ્ટ્રક્શનનો વ્યવસાયી, જૂની અદાવતમાં હુમલો
આ બનાવ બાદ ત્યાં સ્થાનિકો અને રાહદારીઓનું ટોળું ભેગું થઈ જાય છે તેમના દ્વારા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ઘટનાને પગલે પોલીસ પણ દોડી જાય છે અને તપાસ શરૂ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર યુવક મયુરસિંહ રાણા છે. તે કન્સ્ટ્રક્શનનો વ્યવસાયી છે અને તેને અગાઉ દેવાયત સાથે માથાકૂટ થઈ હોય જે બાબતે તેણે પોલીસમાં અરજી કરી હતી જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.
