ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, લોકગાયક જીગ્નેશ કવિરાજ લડી શકે છે ચૂંટણી

Text To Speech

હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે તમામ પાર્ટીઓમાં જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ લોક ગાયક જીગ્નેશ બારોટ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. આ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરે તેવી આશંકા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

jignesh-kaviraj
jignesh-kaviraj

મળતી માહિતી મુજબ ગાયક જિગ્નેશ બારોટ ખેરાલુ બેઠક પર અપક્ષ બેઠક પર ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી.

Gujarat Election 2022 HD News

 

ઉલ્લેખનિય છે કે  જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીતક્ષેત્રે ખૂબ જ રસ હતો. જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે. આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ખ્યાતી પામેલ છે. લોકો તેમને અને તેમના ગીતને ખુબ જ પસંદ કરે છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હવે નીતિશ કુમાર ઉતરશે મેદાનમાં, BTP-JDU વચ્ચે થયું ગઠબંધન

Back to top button