ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધૂંધળુ વાતાવરણ, જાણો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું છે અસર

Text To Speech
  • રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન દ્વારકામાં 22 ડિગ્રી નોંધાયુ
  • ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યો છે
  • અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.02 ડિગ્રી પહોચ્યુ છે

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધૂંધળુ વાતાવરણ છે. જેમાં ​વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઇ છે. તેમજ અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.02 ડિગ્રી પહોચ્યુ છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધ્યો છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મિશ્ર ઋતુ રહેશે.

રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન દ્વારકામાં 22 ડિગ્રી નોંધાયુ

રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન દ્વારકામાં 22 ડિગ્રી નોંધાયુ છે. તેમજ ગાંધીનગરમાં 18 ડિગ્રી, અમરેલીમાં 20 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 18.02 ડિગ્રી, નલિયામાં 16 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 19.04 ડિગ્રી, સુરતમાં 21 ડિગ્રી તાપમાન તેમજ પાલનપુર અને ડીસા 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં અત્યારે ડબલ સીઝનનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમી લાગી રહી છે તો સાંજ પડતા ઠંડી શરૂ થાય છે.

ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યો છે

ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યો છે. હવે રાજ્યના હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે કહ્યું કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે તાપમાન ઘટતા રાજ્યમાં ફરી ઠંડી વધશે. રાજ્યમાં નવ ફેબ્રુઆરી બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

Back to top button