અમદાવાદમાં ‘આબુ’ જેવુ વાતાવરણ, રાજ્યમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદ
અમદાવાદમાં આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના SG હાઈ-વે, આશ્રમરોડ, વાસણા, SP રિંગરોડ પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેર હિલસ્ટેશન બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો રાજ્યના કેટલાક સ્થળોએ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ હળવો વરસાદ પડ્યો હતો.
- અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ
- અમદાવાદ શહેર હિલસ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો
- વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો પસાર થતા જોવા મળ્યા
- માવઠાએ વધારે ખેડૂતોની ચિંતા
વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો પસાર થતા જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. ધુમ્સના કારણે 10 મીટરના અંતર સુધીનું જોવું પણ વાહન ચાલકો જોઈ શકતા નહોતા.
માવઠાના કારણે પાકને નુકસાનની ભીતિ
રાજ્યમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે ઘઉં સહિત અન્ય કેટલાક પાકોમાં નુકસાન થવાની ભીતિ છે.